Site icon Gujarat Mirror

જામનગરમાં રણમલ લેઈક પેરીફરી શરૂ નહીં થાય : દરખાસ્ત પરત

જામનગર મહાનગર પાલિકા ની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક મળી હતી.જેમાં રૂૂ.16 કરોડ 09 લાખ ના વિવિધ વિકાસ કામો ની મંજૂરી આપવામાં આવી હતી. આજે ની સ્ટેન્ડીંગ કમિટી ની બેઠક ચેરમેન નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ 11 સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, કમિશ્નર ડી.એન.મોદી, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, ઇચા. આસી. કમિશ્નરશ્રી (વ.) મુકેશ વરણવા, ઇચા. આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ, હાજર રહયા હતાં.

શહેર ઝોન-2 માં જુદી જુદી ડી.આઈ. પાઈપ લાઈન નાખવાના કામ માટે રૂૂ. રૂૂા. 50.51 લાખ , શાંતીવન સોસાયટી અને રામવાડીમાં ડી.આઈ. પાઈપ લાઈન નાખવાના કામ અંગે રૂૂા. 33.58 લાખ , વોર્ડ નં.4 માં ડ્રીમસીટી (સ્વામીનારાયણનગર) શેરી નં.2, 3, 4, 5 અને 6 માં સી.સી. રોડના કામ અંગે રૂૂા. 33.05 લાખ , વોર્ડ નં. 3, પટેલવાડી હરી ઓમ ફરસાણ થી કેનાલ સુધી તથા પટેલ કોલોની શેરી નં. 8, રોડ નં. 3 અને 4 ની વચ્ચે ગોકુલ મકાન થી શાંતીસદન મકાન સુધી સી.સી. રોડ બનાવવાના કામે માટે રૂૂા. 35.56 લાખ , વોર્ડ નં. 7 કૃષ્ણનગર શેરી નં. 4 બીપીનભાઈના ઘરવાળા ચોક થી શીશુ મંદિર સ્કુલ તરફ આનંદ સોસાયટી મેઈન રોડ સુધી સી.સી. રોડના કામ અંગે રૂૂા. 14.41 લાખ , વોર્ડ નં. 7 કૃષ્ણનગર વિસ્તારમાં મહાકાળી પાનવાળી શેરીમાં સી.સી. રોડના કામ અંગે રૂૂા. 12.94 લાખ , વોર્ડ નં. 7 કૃષ્ણનગર વિસ્તારમાં કોળી બોડીંગ થી વિજય મંડપ સર્વિસ સુધી શેરીમાં સી.સી. રોડના કામ અંગે રૂૂા. 13.76 લાખ , સીવીલ સાઉથ ઝોન (વોર્ડ નં. 8) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગટ સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂૂા. 200 લાખ , સીવીલ ઇસ્ટ ઝોન (વોર્ડ નં. 10,11 અને 12) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના વાર્ષિક રેઇટ કોન્ટ્રાકટ અંગે રૂૂા. 20 લાખ ના ખર્ચ ને બહાલી આપવામાં આવી હતી.

શીફટીંગ એન્ડ ઈલેકટ્રીફીકેશન વર્ક એટ રણમલ લેઈક પેરીફરી એન્ડ લાખોટા કોઠા મ્યુઝીયમ સરાઉન્ડીંગ એટ જામનગરના કામ અંગે કમિશ્નર ની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી. નસ્ત્રકેચ ધ રેઈનસ્ત્રસ્ત્ર પ્રોગ્રામ અંતર્ગત જામનગર મહાનગરપાલિકાની અલગ-અલગ મિલકતો, ગાર્ડન/પાર્ક, ઓફીસો વિગેરેમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ અંગેની કામગીરી અંગે કમિશ્નર ની દરખાસ્ત પણ પેન્ડીંગ રાખવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ એન્ડ પ્લાનીંગ શાખા હસ્તકના સ્ક્રેપ વાહનો વેંચાણ કરવાના કામ અંગે ની દરખાસ્ત ને મંજૂરી આપતા રૂૂા. 31.50 લાખ ની આવક થશે. જામનગર મનપાની હદમાં આવેલ નવી સોસાયટીઓ ખાતે સ્ટ્રીટ લાઈટ ખરીદી તથા ઓપરેશન મેઈન્ટેનન્સના કામ રૂૂા. 292.51 લાખ , જામનગર શહેર નોર્થ ઝોન (વોર્ડ નં.1, 2, 3, 4 અને 5) માં ભુગર્ભ ગટરની ફરીયાદો આધારીત સફાઈ કામગીરી અને સફાઈ મશીનોની કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી સને 2025-26 માટેના કામ માટે રૂૂા. 146.34 લાખ, જામનગર શહેર વેસ્ટ ઝોન (વોર્ડ નં.6, 7 અને 8) માં ભુગર્ભ ગટરની ફરીયાદો આધારીત સફાઈ કામગીરી અને સફાઈ મશીનોની કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી માટે વાર્ષિક ખર્ચ પેટે રૂૂા. 126.75 લાખ , જામનગર શહેર ઈસ્ટ ઝોન (વોર્ડ નં.9, 10, 11 અને 12) માં ભુગર્ભ ગટરની ફરીયાદો આધારીત સફાઈ કામગીરી અને સફાઈ મશીનોની કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી માટે વાર્ષિક ખર્ચ પેટે રૂૂા. 173.01 લાખ , જામનગર શહેર સાઉથ ઝોન (વોર્ડ નં.13, 14, 15 અને 16) માં ભુગર્ભ ગટરની ફરીયાદો આધારીત સફાઈ કામગીરી અને સફાઈ મશીનોની કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી માટે વાર્ષિક ખર્ચ પેટે રૂૂા. 149.05 લાખ , કોમ્પ્રીહેન્સિવ ઓપરેશન, મેઈન્ટેનન્સ એન્ડ રીપેરીંગ ઓફ ઈલેક્ટ્રો-મિકેનિકલ વર્કસ ઓફ ઓલ પમ્પિંગ મશીનરી/ઈકિવપમેન્ટસ એન્ડ સિવિલ વર્કસ ઓફ સિટિ પાંચ સિવેજ પમ્પિંગ સ્ટેશન ઈલુડિંગ પ્રોપર પમ્પિંગ ઓફ સિવેજ રાઉન્ડ ધી કલોક એન્ડ મેઈન્ટેનન્સ ઓફ રેકોડર્સ કંપલીટ ફોર 12 માસ ના કામ અંગે રૂૂા. 153.91 લાખ ના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.

Exit mobile version