ગુજરાત
રેસકોર્સ રિંગ રોડ પર કાલથી યોજાશે રંગોળી સ્પર્ધા
સ્લોગન ગ્રૂપ અને વ્યક્તિગત રંગોળી અંતર્ગત 400થી વધુ રંગોળીઓ તૈયાર કરવાનો સાંજે 4 વાગ્યાથી થશે પ્રારંભ
રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનરશ્રી ડી.પી.દેસાઈ, શાસક પક્ષના નેતા શ્રી લીલુબેન જાદવ, દંડકશ્રી મનિષભાઈ રાડીયાઅને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ વાળાજણાવે છે કે,રંગીલુરાજકોટ દિવાળી ઉત્સવ અનુસંધાને આવતીકાલે તા.29/10/2024ના રોજ બપોર બાદ 4:00 કલાકથી રેસકોર્ષ રિંગ રોડ ખાતે રંગોળી સ્પર્ધા અંતર્ગત સ્પર્ધકો રંગોળી તૈયાર કરશે. સ્પર્ધકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રંગોળી તા.29/10/2024નાં રોજ રાત્રે 10:00 કલાકથીતા.31/10/2024 સુધી શહેરીજનો નિહાળી શકશે.
આ વર્ષે રાજકોટમાં પ્રથમ વખત સ્લોગન ગ્રુપ રંગોળી રાખવામાં આવેલ છે. જેમાં, સ્પર્ધકે રંગોળી સાથે રાજકોટ વિશે પોઝીટીવ સ્લોગન લખવાનું રહેશે. કુલ 25 રંગોળી સ્લોગન સાથેની રહેશે. જેમાં, પ્રથમ 05(પાંચ) વિજેતાને રૂૂ,5000/- ઈનામ તરીકે આપવામાં આવશે. આ રંગોળીની સાઇઝ 515 ફૂટ રહેશે. આ ઉપરાંત 500 રંગોળી વ્યક્તિગત સ્પર્ધાની રહેશે જેની સાઇઝ 55 ફૂટરહેશે. આ સ્પર્ધામાં પ્રથમ 11(અગિયાર)ને રૂૂ.5000/- ઈનામ તરીકે આપવામાં આવશે. આ ઉપરાંત 51 સ્પર્ધકને રૂૂ.1000/-આશ્વાસન ઈનામ આપવામાં આવશે. રંગોળી સ્પર્ધામાં નોંધાયેલ સ્પર્ધકોને લાગુ પડતા નિયમો ‘સ્લોગન ગૃપ’ રંગોળીમાં રાજકોટ વિશે પોઝીટીવ સ્લોગન સાથે રંગોળી કરવામાં આવશે.દા.ત. રંગીલું રાજકોટ, રિંગ રોડ રાજકોટની શાન વગેરે. 50% માર્ક સ્લોગન અને 50% માર્ક રંગોળીના રહેશે. રંગોળીની સાઇઝ 5ડ્ઢ15 ફૂટની રહેશે.
ત્રણ વ્યક્તિ સાથે મળીને રંગોળી બનાવીશકશે. વ્યક્તિગત રંગોળી 5ડ્ઢ5 ફુટની સાઇઝ રહશે. કુલ 8 કલર-લાલ,પીળો, કાળો,લીલો, કેસરી,સફેદ,ડાર્ક બ્લૂ અને સ્કીન કલર આપવામાં આવશે. ચિરોડી કલર વ્યક્તિગત રંગોળીમાં 4સલ (8 કલરડ્ઢ500ગ્રામ) આપવામાં આવશે. ‘સ્લોગન ગૃપ’ રંગોળીમાં 12સલ(8 કલરડ્ઢ1.5 સલ) આપવામાં આવશે.ચિરોડી કલર સિવાયની વસ્તુઓ સ્પર્ધકે લાવવાની રહેશે. સ્પર્ધક કોઈ પણ થીમ પર રંગોળી બનાવી શકશે. પરંતુ વાદ વિવાદ થાય તેવી રંગોળી બનાવી શકશે નહીં. સ્પર્ધાની તારીખ 29/10/2024 બુધવારના રોજ અને સમય બપોરબાદ 04:00 કલાક થી રાત્રિના 11.30 સુધીનો રહેશે.
રીપોર્ટિંગ સમય બપોરે 3.45 એ પોતપોતાના કાઉન્ટર પર રહેશે. કાઉન્ટર નંબર સ્પર્ધાના આગલે દિવસેજણાવવામાં આવશે. સ્પર્ધક ચિરોડી કલર સિવાય ફૂલ,કઠોળ કે અન્ય વસ્તુનો ઉપયોગ કરી શકશે. સ્પર્ધકને આપવામાં આવેલ નંબર અને સ્થળ પર જ રંગોળી બનાવવાની રહેશે. રંગોળી નંબર સ્પર્ધાના આગલે દિવસે કહેવામાં આવશે. સ્પર્ધક રંગોળી માટે બીજાની મદદ લઇ શકશે. દરેક સ્પર્ધકને સર્ટિફિકેટ આપવામાં આવશે. વ્યક્તિગત રંગોળી દીઠ 1 સર્ટિફિકેટ, સ્લોગન ગ્રુપ રંગોળીમાં 3 વ્યક્તિને સર્ટિફિકેટ મળશે. કોઈપણ કારણસર રજીસ્ટ્રેશન કેન્સલ કરવાનું થાય તો સ્પર્ધકે આયોજકને જાણ કરવાની રહેશે.
અધૂરી રંગોળીને સ્પર્ધામાં ગણવામાં નહીં આવે, રંગોળીમાં કોઈ એ પોતાનુ નામ લખવું નહીં. સ્પર્ધાનું પરિણામ દિવાળી બાદ જાહેર થશે અને વિજેતાઓને જાણ કરવામાં આવશે. નિર્ણાયકોનો નિર્ણય તમામને બંધનહર્તા રહેશે અને તે આખરી ગણાશે.