Site icon Gujarat Mirror

અગાઉના ઝઘડાનો ખાર રાખી પ્રૌઢાને ફડાકા ઝીંકયા

કોટક સ્કૂલ પાસે ગવલી વાડમાં રહેતા રેહાનાબેન ઓસ્માનભાઇ મોહેલ(ઉ.વ.55)એ અગાઉના ઝઘડાનો ખાર રાખી પડોશમાં રહેતા તાહિર હનીફ દલવાણીએ ફડાકા મારી અને ધક્કો મારી દીધો હતો.આ ઘટનામાં પ્ર.નગર પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

રેહાનાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇકાલ તા.09/10ના રાત્રીના હું મારી દુકાને હતી ત્યારે અમારી શેરીની પાછળની શેરીમા રહેતા તાહીર હનિફભાઇ દલવાણી મારી દુકાને આવી જુની બાબતનો ખાર રાખી મને ગાળો આપવા લાગેલ જેથી મે તેને જણાવેલ કે તુ શુ કામ મને ગાળો આપે છે તો આ તાહીરભાઈ મારા પર ગુસ્સે થઇ મને મોઢાના ભાગે જાપટ મારી દિધેલ જેથી મે મારો બચાવ કરતા તેને મને ધક્કો મારી જમીન પર પાડી દિધેલ બાદ મે જન રક્ષકમાં કોલ કરેલ તો આ તાહીર મને કહેવા લાગેલ કે જો તુ પોલીસ કેશ કરીશ તો હુ તને જાનથી મારી નાખીશ એવી ધમકી આપવા લાગેલ બાદ જન રક્ષક ગાડી આવી અને પોલીસ સ્ટેશનમાં અરજી કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version