Site icon Gujarat Mirror

ગઢકા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ડેરોઇના યુવકનું મોત

રાજકોટ મજૂરી કામ કરી ઘરે પરત ફરતા યુવકને કાળ ભેટયો; પરિવાર શોકમગ્ન

વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ વધુ એક જીવલેણ વાહન અકસ્માતનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં રાજકોટ મજૂરી કામ કરી ડેરોઇ ગામે પરત ફરતા યુવકના બાઈક સાથે ગઢકા ગામ પાસે અન્ય બાઈક અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી મુજબ રાજકોટ તાબાના ડરોઇ ગામે રહેતો વિનોદભાઇ અર્જુનભાઇ બેડવા નામનો 38 વર્ષનો યુવાન સાંજના સાતેક વાગ્યાના અરસામાં રાજકોટથી ડેરોઇ ગામે પોતાના ઘરે બાઇક હંકારીને જતો હતો ત્યારે ગઢકા નજીક સામેથી બીજુ બાઇક તેના બાઇક સાથે અથડાતાં પોતે બાઇક સહિત ફેંકાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી.

સામેના બાઇક ચાલકનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલક વિનોદભાઇ બેડવાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સવારે સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃત્યુ પામનાર વિનોદભાઇ ચાર ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે જેણે પિતાની છત્રછાંયા ગુમાવી દીધી છે. વિનોદભાઇ રાજકોટમાં છુટક મજૂરી કરતાં હતાં. સાંજે મજૂરી કામ પુરૂૂ કરી પરત પોતાના ઘરે જતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. આજીડેમ પોલીસે સામેના બાઇક ચાલક વિરૂૂધ્ધ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version