Site icon Gujarat Mirror

રાજકોટની હોટેલમાં રાજુલાની યુવતી પર દુષ્કર્મ, ફોટા વાયરલ કરવાની ધમકી આપી 80 હજાર પડાવ્યા

રાજુલામાં 25 વર્ષિય વિદ્યાર્થીની સાથે એક શખ્સે છરીની અણીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ બિભત્સ ફોટા પણ વાયરલ કર્યા હતા. આ ઉપરાંત 80 હજાર પડાવી લીધા બાદ પણ વધુ 20 લાખની માંગણી કરી હતી. આ અંગ રાજુલા પોલીસ મથકમાં ગુનો નોંધાતા ચકચાર મસી હતી.

રાજુલાની 25 વર્ષિય વિદ્યાર્થીનીએ અહીંના રાકેશ લાખાભાઈ કાતરીયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે રાકેશે વિદ્યાર્થીનીને સોશ્યલ મીડિયામાં ફોલો કરી તેની માહિતી મેળવી લીધી હતી. તેમજ વિદ્યાર્થીની રાજકોટ ખાતે અભ્યાસ કરી 2021માં રાજુલા પરત આવી હતી.

તે દરમિયાન રાકેશે વિદ્યાર્થીનીને ઘરે લઈ જઈ તેને છરી બતાવી દુષ્કર્મ આચર્યું હતું. તેમજ મુંઢ માર માર્યો હતો. આ ઉપરાંત રાજકોટમાં કોલેજ કાળ દરમિયાન પણ વિદ્યાર્થીનેને એક હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.
આ ઉપરાંત બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂૂપિયા 80,000 મેળવી લીધા હતા. ત્યારબાદ પણ વધુ 20 લાખની માંગણી કરી હતી. તેમજ સોશ્યલ મીડિયામાં વિદ્યાર્થીનીના બિભત્સ ફોટા વાયરલ કર્યા હતા. આ અંગે રાકેશ કાતરીયા સામે ગુનો નોંધાતા રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ.કોલાદરા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Exit mobile version