ક્રાઇમ
લોન ન ચૂકવતા રાજપાલ યાદવની કરોડોની સંપત્તિ બેંકે જપ્ત કરી
2018માં આ કેસમાં 3 માસની જેલ સજા પણ થઇ હતી
ઉત્તર પ્રદેશના શાહજહાંપુર નિવાસી બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ફિલ્મ અતા પતા લાપતા માટે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા મુંબઈની બાંદ્રા શાખામાંથી લીધેલા લોનને ન ચૂકવી શકવાને કારણે રાજપાલ યાદવની શાહજહાંપુરમાં સેઠ એન્ક્લેવ સ્થિત કરોડોની સંપત્તિને બેંકે સીઝ કરી દીધી છે. મુંબઈથી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓ શાહજહાંપુર પહોંચ્યા હતા અને અહીં આવીને તેમણે કાર્યવાહી શરૂૂ કરી હતી. તેમણે આ પ્રોપર્ટી પર બેંકનું બેનર લગાવી દીધું હતું.
તેમાં લખ્યું હતું કે આ સંપત્તિ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા મુંબઈની છે, આ પર કોઈપણ પ્રકારનો ખરીદ વેચાણ ન કરવામાં આવે. રાજપાલ યાદવના પિતા નૌરંગી લાલ યાદવના નામથી મુંબઈની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની બાંદ્રા શાખામાંથી એક મોટી લોન લીધી હતી. આ લોનને ન ચૂકવી શકવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ બેંક કર્મચારીઓએ પ્રોપર્ટીના દરવાજાને તાળા મારીને સીલ કરી દીધા છે. આ સાથે એક બેનર પણ લગાવવામાં આવ્યું છે જેમાં બેંકની પ્રોપર્ટીનું નામ લખેલું છે. રાજપાલ સામે પહેલા પણ કાર્યવાહી થઈ ચૂકી છે, જ્યારે પૈસા ન ચૂકવવાને કારણે તેને જેલમાં જવું પડ્યું હતું.