રાજકોટે સુરતની હાલતથી ધડો લીધો! ડાર્ક ઝોનના માઇક્રો પ્લાનીંગથી રહ્યું સબસલામત

પાણી ભરાતુ હોય તેવા 87 વિસ્તારમાં નિયત કરેલા સિનિયર અધિકારીઓને સતત ‘જાગતા’ રખાયા : CCTV ક્ધટ્રોલ રૂૂમ પરથી થતું હતું મોનીટરીંગ સુરત અને અમદાવાદમાં જે…

પાણી ભરાતુ હોય તેવા 87 વિસ્તારમાં નિયત કરેલા સિનિયર અધિકારીઓને સતત ‘જાગતા’ રખાયા : CCTV ક્ધટ્રોલ રૂૂમ પરથી થતું હતું મોનીટરીંગ

સુરત અને અમદાવાદમાં જે રીતે સેંકડો સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી તેવી હાલત રાજકોટમાં ન થાય એ માટે જ્યા પાણી ભરાય છે તેવા નક્કી થયેલા 87 વિસ્તારને ડાર્ક ઝોન તરીકે આઇડેન્ટીફાઇ કરાયા હતા. આવા વિસ્તાર ડેપ્યુટી કમિશનરો, સિટી ઇજનેરો, આસી.કમિશનર દરજજાના અધિકારીની જવાબદારી એ જ વિસ્તારમાં ફિક્સ કરી દેવામા આવેલી છે. ડાર્ક ઝોનને ત્રણ કેટેગરીમાં વિભાજીત કરવામા આવ્યા છે. જયા અડધો કલાકમાં પાણી ઓસરી જાય તેવા વિસ્તારને ગ્રીન ઝોનમાં, એક કલાકમાં પાણી ઓસરી જાય તેને યલ્લો ઝોન અને બે કલાકથી વધુ સમય થાય તેને રેડ ઝોનમાં વિભાજીત કરાયા છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા ક્ધટ્રોલ રૂૂમ દ્વારા પણ મોનીટરીંગ કરવામા આવે છે. ડાર્ક ઝોનના માઇક્રો પ્લાનીંગથી અત્યાર સુધી તો સબ સલામત રહ્યુ છે.