ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) એ ઉદ્યોગોને મોટી રાહત આપી છે. Consolidated Consent and Authorization’ (CCA) રિન્યુઅલની જટિલ પ્રક્રિયા તાત્કાલિક બંધ કરાઈ છે. હવે ઉદ્યોગોએ XGN પોર્ટલ પર ફક્ત ઓનલાઈન ’એક્સ્ટેન્શન ફી’ ભરવાની રહેશે. આ નિર્ણય ’વેપાર-ધંધો કરવાની સરળતા’ને પ્રોત્સાહન આપવા અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ લેવાયો છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા રાજ્યના ઉદ્યોગોને મોટી રાહત આપતો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. GPCB એ Consolidated Consent and Authorization’ (CCA)ના રિન્યુઅલની હાલની જટિલ પ્રક્રિયા તાત્કાલિક અસરથી બંધ કરી દીધી છે. તેના બદલે હવે નવી ’ઈઈઅ એક્સ્ટેન્શન ફી સિસ્ટમ’ અમલમાં મૂકવામાં આવી છે.
વેપાર-ધંધો કરવાની સરળતા’ને વધુ પ્રોત્સાહન આપવા માટે અને કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલયની નવી માર્ગદર્શિકા મુજબ આ ઓર્ડર જાહેર કરાયો છે. નવી વ્યવસ્થા મુજબ જે ઉદ્યોગો પાસે પહેલેથી જ માન્ય (Valid) CCA છે, તેમણે હવે રિન્યુઅલ માટે નવી લાંબી અરજીઓ કરવી પડશે નહીં. તેમજ ઉદ્યોગકારોએ માત્ર XGN Portal પર જઈને ઓનલાઈન નિયત ’એક્સ્ટેન્શન ફી’ જમા કરાવવાની રહેશે.
ફી ભર્યા બાદ GPCB દ્વારા એક ’એક્સ્ટેન્શન ફી પેમેન્ટ એક્નોલેજમેન્ટ લેટર’ આપવામાં આવશે, જેમાં હવે પછીની ફી ક્યારે ભરવાની રહેશે તેની તારીખ પણ દર્શાવવામાં આવશે.
જો કોઈ ઉદ્યોગે CCA માં કોઈ સુધારો કે ફેરફાર કરવાનો હશે, તો હાલની CTE/CCA Amendment પ્રક્રિયા મુજબ જ અલગથી અરજી કરવાની રહેશે. જો કોઈ ઉદ્યોગ નિયમોનું ઉલ્લંઘન કરશે, એક્સ્ટેન્શન ફી કે અન્ય દંડ સમયસર નહીં ભરે, તો GPCB તેનો ઈઈઅ રદ અથવા સસ્પેન્ડ કરી શકશે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે આ નવો ઓર્ડર તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે અને અગાઉના રિન્યુઅલ સંબંધિત તમામ જૂના પરિપત્રો રદબાતલ કરવામાં આવ્યા છે.
