Site icon Gujarat Mirror

રાજકોટ મહાનગરપાલિકાની મતદાર યાદીની કાલે પ્રસિધ્ધિ

રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નંબર 1 થી 18ની મતદાર યાદી તા.01/04/2026ના રોજ આખરી પ્રસિદ્ધ કરવામાં આવશે. રાજકોટ શહેરમાં સમાવિષ્ટ વિધાનસભા મતવિસ્તાર(1). 67-વાંકાનેર (આંશિક) (2).68-રાજકોટ-પૂર્વ (3). 69-રાજકોટ-પશ્ચિમ (4). 70-રાજકોટ-દક્ષિણ (5),71-રાજકોટ-ગ્રામ્ય (આંશિક)ની તા.17/02/2026ના રોજ આખરી પ્રસિદ્ધ થયેલ મતદાર યાદી પરથી તા.01/01/2026ના લાયકાતના સંદર્ભમાં રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નંબર 1 થી 18ની મતદાર યાદી તા.01/04/2026ના રોજ આખરી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

આ મતદાર યાદીઓ મહાનગરપાલિકાની ચૂંટણી શાખા, રૂૂમ નંબર-11, ત્રીજો માળ, ડો.આંબેડકર ભવનરાજકોટ મહાનગરપાલિકા ખાતે તેમજ વોર્ડ નંબર 1 થી 18ની (મુખ્ય વોર્ડ ઓફિસ)ખાતે તેમજ જાહેર જનતા જોઈ શકે તે સારું ઉપલબ્ધ રાખવામાં આવેલ છે, જે મતદારો પોતાના નામ સંબંધેની વિગત જોવા માંગતા હોઈ તેઓ ઉક્ત સ્થળે પોતાના નામ અંગેની વિગતો જાણી શકશે જેની નોધ લેવા જાહેર જનતાને અનુરોધ છે.

Exit mobile version