હિટ એન્ડ રન: જૂનાગઢથી પુત્રના લગ્નની કંકોત્રી આપી શાપર પરત ફરતા પિતાનું બાઈક અકસ્માતમાં મોત

ચોકી નજીક અજાણ્યા બાઈક ચાલકે આધેડના મોટર સાયકલનેં ઉલાળતા સર્જાઈ કરૂણાંતિકા રાજકોટ નજીક આવેલા શાપરમાં રહેતાં આધેડ જૂનાગઢ પુત્રના લગ્નની કંકોત્રી આપવા ગયા હતાં. જ્યાંથી…

ચોકી નજીક અજાણ્યા બાઈક ચાલકે આધેડના મોટર સાયકલનેં ઉલાળતા સર્જાઈ કરૂણાંતિકા

રાજકોટ નજીક આવેલા શાપરમાં રહેતાં આધેડ જૂનાગઢ પુત્રના લગ્નની કંકોત્રી આપવા ગયા હતાં. જ્યાંથી પરત ફરતાં આધેડના બાઈકે ચોકી નજીક અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા આધેડે સારવારમાં દમ તોડી દીધો હતો. પુત્રના લગ્નના પાંચ દિવસ પૂર્વે જ પિતાનું મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ માતમમાં છવાયો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કોટડાસાંગાણી તાલુકાના શાપર ગામે રહેતાં દેવસીભાઈ ખીમાભાઈ વેગડા નામના 55 વર્ષના આધેડ ગત તા.27નાં રોજ જૂનાગઢના ચોકી ગામ પાસેથી રાત્રીનાં આઠેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈ પસાર થઈ રહ્યા હતાં ત્યારે અજાણ્યા બાઈક ચાલકે દેવશીભાઈ વેગડાના બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા આધેડે ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

પ્રાથમિક પુછપરછમાં મૃતક દેવશીભાઈ વેગડા ત્રણ ભાઈ બે બહેનમાં વચેટ હતાં અને કડીયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. દેવશીભાઈ વેગડાને સંતાનમાં બે પુત્રો અને એક પુત્રી છે. દેવશીભાઈના પુત્રના આગામી તા.10નાં રોજ લગ્ન છે. પુત્રના લગ્નની કંકોત્રી આપી જૂનાગઢથી પરત ફરતાં હતાં ત્યારે રસ્તામાં જ જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જૂનાગઢ તાલુકા પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છુટેલા બાઈક ચાલકની શોધખોળ હાથ ધરી છે.