Site icon Gujarat Mirror

રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતા શાહ બન્યા ખંભાળિયાના ખાસ મહેમાન

– અગ્રણી મોટાણી પરિવારના નિવાસ્થાને ખાસ મુલાકાત લીધી –

 

પુણ્યશ્લોકા અહલ્યાબાઈ હોલકારની 300 મી જન્મ જયંતી નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપ પરિવાર દ્વારા ખંભાળિયાના સભાખંડ ખાતે ગોષ્ઠિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય ડો. દર્શિતા શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ડો. દર્શિતા શાહ દ્વારા તેમની ખંભાળિયા મુલાકાત પ્રસંગે અહીંના નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી પરિવારના નિવાસસ્થાને ખાસ મુલાકાત લઈ, ગોષ્ઠિ કરી હતી. જેને પરિવારના જેમિનીબેન મોટાણી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ યોગેશભાઈ મોટાણી, ભરતભાઈ મોટાણી, રઘુવંશી અગ્રણી વિનુભાઈ સોમૈયા, મહિલા અગ્રણી નિમિષાબેન નકુમ, રેખાબેન ખેતિયાએ વિગેરેએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Exit mobile version