Site icon Gujarat Mirror

જામનગરના મોટા થાવરિયામાં જમીન વેચાણના મામલે મહિલા સાથે છેતરપિંડી

જામનગર માં ખોજાનાકા વિસ્તારમાં રહેતા બાનુબેન મોહમ્મદભાઈ શેખ નામના 65 વર્ષના વૃદ્ધ મહિલાએ પોતાની સાથે જમીનના વેચાણના બહાને છેતરપિંડી કરી 5,64,300 ની રોકડ રકમ મેળવી લીધા બાદ હાથ ખંખેરી નાખવા અંગે સિલ્વર સોસાયટીમાં રહેતા ઈરફાન કાસમભાઇ શેખ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપીએ મોટા થાવરીયા ગામમાં આવેલી એક જમીન કે જેનો ફરિયાદી બાનુબેન ને વેચાણ કરવા માટેનો સોદો કર્યો હતો, અને તે જમીન માટેના કરાર મુજબ અવેજ પેટે ની 5,64,300 ની રકમ મેળવી લીધી હતી. જે રકમ પણ પરત કરી ન હતી, અને દસ્તાવેજ પણ નહીં કરી હાથખંખેરી નાખતાં આખરે મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જે મામલે પંચકોશી એ. ડિવિઝનના પી.એસ.આઇ એ. આર. પરમાર વધુ તપાસ ચલાવે છે.

Exit mobile version