રાજકોટ જિલ્લા પંચાયતને મળ્યું પીપળિયા-બાંભવાનું સુકાન

પ્રદેશ ભાજપે કારોબારી ચેરમેન તરીકે નરસિંહ સોજીત્રા, શાસક પક્ષ નેતા પારૂલબેન કણસાગરા તથા દંડક અમરસિંહ ચૌહાણને સોંપી જવાબદારી પ્રદેશ ભાજપ દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ તથા…

પ્રદેશ ભાજપે કારોબારી ચેરમેન તરીકે નરસિંહ સોજીત્રા, શાસક પક્ષ નેતા પારૂલબેન કણસાગરા તથા દંડક અમરસિંહ ચૌહાણને સોંપી જવાબદારી

પ્રદેશ ભાજપ દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખોની જાહેરાત બાદ ગઈકાલે જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખોની વરણી કરવામાં આવી હતી બંને ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા. જિલ્લા પંચાયતમાં ભાજપની મેજોરીટી હોવાથી ચૂંટણી માત્ર ઓપચારિક બની હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા હતા . તો બીજી તરફ પ્રદેશ ભાજપે કારોબારી ચેરમેન તરીકે નરસિંહ સોજીત્રા, શાસક પક્ષ નેતા પારૂૂલબેન કણસાગરા તથા દંડક અમરસિંહ ચૌહાણને જવાબદારી સોંપી છે.

કુવાડવા બેઠકના સંજય પીપળીયાને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે જ્યારે ઉપપ્રમુખ પદ માટે કોલીથડ બેઠકના સામત બાંભવાને પસંદ કરવામાં આવ્યા છે જેઓએ ગઈકાલે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ચૂંટણી ફોર્મ ભર્યું હતું. જિલ્લા ભાજપ સંગઠન દ્વારા લેવાયેલા આ આખરી નિર્ણયમાં કુવાડવા બેઠક પરથી છેલ્લી ઘડીએ પક્ષના ઉમેદવાર બનેલા સંજય પીપળીયાને જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે કોલીથડ બેઠકના વિજેતા પ્રતિનિધિ સામત બાંભવાને ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. મળેલી સામાન્ય સભામાં કારોબારી ચેરમેન સહિતના હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી હતી.

આ વખતે રાજકોટની જો વાત કરવામાં આવે તો પ્રદેશ ભાજપ દ્વારા દરેક હોદા માટે અત્યંત ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ પદની રેસમાં અર્જુનભાઈ ખાટરીયાનું નામ ચર્ચામાં હતું પરંતુ પ્રદેશ ભાજપ દ્વારા પ્રમુખ પદ માટે કુવાડવાના સંજય પીપળીયા ની પસંદગી કરી છે અગાઉ ટિકિટ સમયે પણ અંતિમ ઘડીએ દેવકોરડિયા નું નામ કાપી સંજય પીપળીયા ને ટિકિટ આપવામાં આવી હતી ત્યારે ભાજપ દ્વારા જ્ઞાતિ સમીકરણોને ધ્યાને લેવામાં આવ્યા હતા.

પક્ષ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ બંને સર્વોચ્ચ પદો પર OBC ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ નિર્ણય પાછળ આગામી સ્થાનિક અને સામાન્ય ચૂંટણીઓના સમીકરણો જવાબદાર હોવાનું રાજકીય વિશ્ર્લેષકો માની રહ્યા છે. જિલ્લા પંચાયતના બંને મુખ્ય હોદ્દાઓ પર ઘઇઈ જ્ઞાતિનું પ્રતિનિધિત્વ ગોઠવાઈ ગયું છે. આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી વધુ આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર કુવાડવા બેઠક રહી હતી, જ્યાં ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસથી જ હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો.

ભાજપ દ્વારા જ્યારે પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરવામાં આવી હતી, ત્યારે તેમાં કુવાડવા બેઠક પર કોઈ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ન હતી અને સસ્પેન્સ જાળવી રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ, ફોર્મ ભરવાના અંતિમ દિવસે સવારે પક્ષ દ્વારા દેવ કોરડિયાને ટિકિટ આપવામાં આવી હતી. ટિકિટ મળતાની સાથે જ દેવ કોરડિયા ઉત્સાહભેર પોતાનું ફોર્મ ભરવા માટે પણ પહોંચી ગયા હતા. પરંતુ અંતિમ સમયે મેન્ડેટ સંજય પીપળીયા ને આપવામાં આવ્યો હતો. છેલ્લી ઘડીએ ટિકિટ મળ્યા બાદ સંજય પીપળીયા આ બેઠક પરથી ભવ્ય વિજય મેળવીને જિલ્લા પંચાયતમાં પહોંચ્યા હતા. પક્ષ પ્રત્યેની તેમની નિષ્ઠા અને સ્થાનિક સ્તરે તેમની મજબૂત પકડને ધ્યાને રાખીને જ જિલ્લા ભાજપ દ્વારા તેમને રાજકોટ જિલ્લા પંચાયતના સર્વોચ્ચ એવા પ્રમુખ પદના તાજથી પણ નવાજવામાં આવ્યા છે. બીજી તરફ ઉપપ્રમુખ તરીકે પસંદ કરાયેલા સામત બાંભવા કોલીથડ બેઠક પરથી ચૂંટાઈને આવ્યા છે અને સંગઠનમાં લાંબો અનુભવ ધરાવે છે.

પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત થતાં જ જિલ્લા પંચાયત કચેરી ખાતે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પક્ષના અગ્રણીઓ, કાર્યકરો અને સમર્થકોની ઉપસ્થિતિમાં સંજય પીપળીયા અને સામત બાંભવાએ કલેક્ટર સમક્ષ પોતાના હોદ્દા માટેના ફોર્મ સબમિટ કર્યા હતા. આ નવી વરણીઓ સાથે રાજકોટ જિલ્લા પંચાયતના શાસનનું નવું માળખું આકાર લઈ ચૂક્યું છે.

ચૂંટણી ફોર્મ ભર્યા બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ સંજય પીપળીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભૂતકાળની બોડી દ્વારા જે કામગીરી કરવામાં આવી તેમાં ઘણા ખરા પ્રશ્નો ઊભા થયા હતા ત્યારે આ વખતે હવે દરેક ગામડાઓનો યોગ્ય રીતે વિકાસ થાય તે દિશામાં શરૂૂઆતથી જ જરૂૂરી પગલાં લેવામાં આવશે તેવું પણ સંજય પીપળીયાએ જણાવ્યું હતું. આજે રાજકોટ જિલ્લા પંચાયતની નવી બોડીનું પ્રથમ જનરલ બોર્ડ યોજાનાર છે.