Site icon Gujarat Mirror

રાજકોટ જિલ્લા પંચાયતની 20મીએ સામાન્ય સભા, ચેરમેનોની થશે નિમણૂક

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં તાજેતરમાં 8 જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે, જેને જનરલ બોર્ડમાં બહાલી આપી દેવામાં આવી છે. સામાન્ય સભાની મંજૂરી બાદ હવે આગામી તારીખ 20ના રોજ આ સમિતિઓની પ્રથમ બેઠક મળશે અને ચેરમેનોની સત્તાવાર નિમણૂક કરવામાં આવશે.

મળતી વિગતો અનુસાર, જિલ્લા પંચાયતના વહીવટને સુચારુ રૂૂપથી ચલાવવા માટે નીચે મુજબની આઠ સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ, કારોબારી સમિતિ,અપીલ સમિતિ,આરોગ્ય સમિતિ, શિક્ષણ સમિતિ,બાંધકામ સમિતિ,મહિલા અને બાળ પ્રવૃત્તિ સમિતિ, સામાજિક ન્યાય સમિતિ સામાન્ય સભામાંથી લીલી ઝંડી મળ્યા બાદ હવે આગામી 20 તારીખના રોજ આ તમામ સમિતિઓની પ્રથમ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં દરેક સમિતિના પાંચ સભ્યોમાંથી બહુમતીના આધારે કોઈ એક સભ્યની ચેરમેન પદે સત્તાવાર નિમણૂક કરવામાં આવશે. જે સભ્યને બહુમતી મળશે તેઓ જે તે સમિતિનો કાર્યભાર સંભાળશે.

રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ, સામાન્ય પ્રણાલી એવી છે કે કમિટીના સભ્યોની યાદીમાં જે સભ્યનું નામ પ્રથમ હોય છે, તેમની જ ચેરમેન પદે નિમણૂક લગભગ નિશ્ચિત માનવામાં આવતી હોય છે. જોકે, સ્થાનિક રાજકારણમાં છેલ્લી ઘડીની ભલામણો અથવા તો આંતરિક લોબિંગના કારણે કોઈ અન્ય સભ્ય પણ ચેરમેન તરીકે બાજી મારી જાય તેવી શક્યતાઓને નકારી શકાય નહીં. આગામી 20મી તારીખે તમામ સમિતિઓના ચેરમેનોનું ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે.

Exit mobile version