Site icon Gujarat Mirror

રાજકોટ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકના વારસદારને 10 લાખના અકસ્માત વિમાના ચેકનું વિતરણ

સોરાષ્ટ્રમાં દૂધ ઉત્પાદન અને દૂધની પ્રક્રિયા દ્રારા વિવિધ ચીજ વસ્તુઓનું સહકારી ધોરણે ઉત્પાદન કરી રાજકોટ ડેરી નમુનેદાર કામગીરી કરી રહી છે આ ડેરી સાથે જોડાયેલ હજારો દૂધ ઉત્પાદકોને દૂધનો પોષાણક્ષમ ભાવ મળે અને સમયસર દૂધ ઉત્પાદકોના હાથમાં દૂધના નાણા મળી રહે અને સાથે સાથે આ દૂધ ઉત્પાદકોના જીવનમાં આકસ્મિક આવી પડતા દૂ:ખમાં સહભાગી બની દૂધ ઉત્પાદકોની હરહમેશ ચીતા કરે છે, રાજકોટ ડેરી સાથે સંયોજીત દૂધ મંડળીઓનાં 40,036 દૂધ ઉત્પાદકોને સામાજીક સુરક્ષાનાં ભાગરૂૂપે અકસ્માત વીમા કવચ આપવામાં આવેલ છે.

રાજકોટ જીલ્લા બેંક તથા રાજકોટ ડેરી મુકામે દૂધ મંડળીઓ ભાડવા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. -મુ.ભાડવા તા.કોટડા સાગમણી, શ્રી વિ2વા મ. દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. – મુ.વિ2વા તા.લોધીકા, શ્રી વડોદ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. – મુ.વડોદ તા.જસદણ,શ્રી સરધારકા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.-મુ.સરધારકા તા.વાંકાનેર, ના દૂધ ઉત્પાદકોના અકસ્માતે અવસાન થતા તેના પરીવાર ઉપર આવી પડેલ આફતમાં અકસ્માત વિમા યોજના દ્રારા મદદરૂૂપ થવા યુવા ધારાસભ્ય અને રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડીયા, રાજકોટ ડેરીના ચેરમેન ગોરઘનભાઈ ધામેલીયાએ તેના પરીવારને સાંત્વના આપી રૂૂા.10,00,000/-નો પ્રતી દૂધ ઉત્પાદક સહકારી મંડળીને વિમાનો ચેક અર્પણ કરેલ હતો. આ પ્રસંગે રાજકોટ ડેરીના ઈ.મેનેજીંગ ડિરેકટર, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના પ્રમુખ, મંત્રીઅને આગેવાનો હાજર રહેલ.

Exit mobile version