ફાયર સેફ્ટીના સાધનોની ચૂકવણી માટે કારખાનેદારને આપેલો ચેક પરત ફરત ગુનો નોંધાયો’તો
રાજકોટ તાલુકાના લોઠડા ગામે આવેલા ઇન્ડસ્ટ્રીયલ એરીયા માં મહાદેવ કાસ્ટિંગ નામના કારખાનેદાર પાસેથી ગ્લોબલ આઈ કેટપ્ચર નામની પેઢીએ ખરીદ કરેલા ફાયર સેફટી ના સાધનોની રકમ ચૂકવવા આપેલો ચેક પરત ફરવાના ગુનામાં મુંબઈની ના દંપતીને અદાલતે તેડું મોકલ્યું છે.લોઠડા ખાતે આવેલા મહાદેવ કાસ્ટિંગ નામના કારખાનેદાર પ્રિતેશભાઈ જયસુખભાઈ બાબરીયા પાસેથી મુંબઈના મીરા વિસ્તારમાં રહેતા અને ગ્લોબલ આઈ કેપ્ચર ના નામથી વ્યવસાય કરતી પેઢી એ ફાયર સેફટી ના સાધનોની ખરીદી કરેલી જે માલની બાકી રહેતું લેણું ચૂકવવા આપેલો રૂૂપિયા 41.40 લાખનો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત કર્યો છે.
બાદ કાયદાકીય પ્રક્રિયા મુજબ નોટીસ મોક્લાવેલી છતા રકમ ન ચુકવતા પ્રિતેશભાઈ બાબરીયાએ તેમના વકીલ મારફત ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલી જેમાં મહારાષ્ટ્ર ના થાણા મુકામે ગ્લોબલ આઈ નામથી ધંધો કરતા રાકેશ પ્રેમલાલ ભટ્ટ તથા ઉષા રાકેશ ભટ્ટ ને રાજકોટની સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટે હાજર થવા સમન્સ ઈસ્યુ કર્યું છે. ફરીયાદી તરફે વકીલ અતુલ સી. ફળદુ, અજય કે. જાધવ, ચાર્મી કે. પંડયા રોકાયેલ છે.

