ક્રાઇમ
પિસ્તોલ અને બે કાર્ટીસ સાથે ઝડપાયેલો શખ્સ નિર્દોષ મુકત
આર્મ્સ એકટના ગુનામાં ફરાર આરોપી હથિયાર સાથે ઝડપાતા ફરિયાદ નોંધાઇ’તી
શહેરમાં ભાવનગર રોડ ઉપર આવેલા અમૂલ સર્કલ પાસેથી આર્મ્સ એકટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પોલીસે પિસ્તોલ અને બે કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો. જે આર્મ્સ એકટના ગુનામાં ઝડપાયેલા શખ્સને અદાલતે નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દિવાળીના તહેવાર અનુસંધાને તેમજ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ભાવનગર રોડ પર આવેલા અમુલ સર્કલ પાસેથી બાતમીના આધારે આર્મ્સ એકટના ગુનામાં નાસ્તા ફરતા આરોપી ઈકબાલ સાલેભાઈ કથીરી (રહે જસદણ)ની અટકાયત કરી કરી હતી અને તલાસી લેતા તેની પાસેથી પિસ્તોલ તેમજ બે નંગ કાર્ટીસ મળી આવ્યા હતા જેથી ડીસીબીની ટીમે તેની સામે આર્મ્સ એકતની ફરિયાદ દાખલ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસમાં પોલીસ તપાસ અધિકારીએ અદાલતમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ કેસની ટ્રાયલ ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની દલીલ બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ અદાલતે આરોપીને નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો છે.
આ કેસમાં આરોપી વતી રાજકોટના યુવા એડવોકેટ રણજીતભાઈ એમ. પટગીર, સાહીસ્તાબેન એસ. ખોખર, દયા કે. છાયાણી અને નિમેશ જાદવ રોકાયા હતા.