રાજકોટ શહેરનું સામાન્ય પ્રવાહનું 93.52 અને વિજ્ઞાન પ્રવાહનું 90.07 ટકા પરિણામ

માર્ચ 2026માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો. 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરિક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે જેમાં…

માર્ચ 2026માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો. 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરિક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે જેમાં ધો. 12 સામાન્ય પ્રવાહનું 92.71 ટકા, વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ તડાવ, કોટડા કેન્દ્રનું 100 ટકા પરિણામ જ્યારે સૌથી ઓછુ કારઠ કેન્દ્રનું 64.88 ટકા પરિણામ નોંધાયું છે. સાથોસાથ વિજ્ઞાન પ્રવાહની વાત કરવામાં આવે તો કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 98.62 ટકા પરિણામ જ્યારે લીંબડી (દાહોદ) કેન્દ્રનું સૌથી ઓછું 42.98 ટકા પરિણામ આવ્યું છે. કોમર્સમાં સૌથી વધુ ડાંગ, આહવા જિલ્લાનું 97.88 ટકા જ્યારે સૌથી ઓછું અમદાવાદ જિલ્લાનું 87.10 ટકા પરિણામ, વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ મોરબી જિલ્લાનું 94.85 ટકા પરિણામ જ્યારે સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 57.44 ટકા પરિણામ આવ્યું છે.

ગ્રેડ આધારિત વિદ્યાર્થીઓની સફળતાનું અવલોકન કરવામાં આવે તો સામાન્ય પ્રવાહમાં 5515 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ, 29,234 વિદ્યાર્થીઓને એ-2, 55,003 વિદ્યાર્થીઓને બી-1 અને 78,790 વિદ્યાર્થીઓને બી-2 ગ્રેડ મળ્યો છે જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 862 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ, 7066 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ, 12620 વિદ્યાર્થીઓને બી-1 ગ્રેડ અને 14000 વિદ્યાર્થીઓને બી-2 ગ્રેડ મેળવ્યો છે. સામાન્ય પ્રવાહનું રાજકોટ શહેરનું પરિણામ 93.52 ટકા નોંધાયું છે. જેમાં પૂર્વનું 93.89 ટકા, પશ્ર્ચિમનું 94.28 ટકા, દક્ષિણનું 96.04 ટકા, ઉતરનું 93.14 ટકા અને રાજકોટ સેન્ટ્રલનું 90.29 ટકા પરિણામ નોંધાયું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહ પરિણામ 90.07 ટકા નોંધાયું છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ અને પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલે શૈક્ષણિક ક્ષેત્રમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ચાલુ શૈક્ષણિક વર્ષના ધોરણ 12ના પરીક્ષા પરિણામોમાં સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ શાળાએ 100 ટકા પરિણામ અને પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલ શાળાએ 80.20% ટકા પરિણામ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું છે.