8મીએ રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં પાલિકા-પંચાયતોના પરાજયનું થશે મનોમંથન
નિરાશા ખંખેરી 2027 વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરવા કાર્યકરોને પાનો ચડાવશે
મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને આ વખતે રાજકોટ સહિત તમામ મુખ્ય મહાનગરોમાં સીટો અંગે કરવાનો ગોલ્ડન ચાન્સ મળ્યો હતો પરંતુ તેને વેડફી નાખવામાં આવ્યો છે જે અંગે પ્રદેશ સંગઠનમાં નારાજગી જોવા મળી રહી છે. હાલ મહાનગરોમાં પ્રભારીઓ બેઠક યોજી હારનું કારણ તપાસી રહ્યા છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા આઠમી તારીખે રાજકોટ આવી રહ્યા છે અને તેઓ સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત ચાવડા ની બેઠક હાલ રાજકોટ મનપામાં કોંગ્રેસની હાર અને જિલ્લામાં પણ કોંગ્રેસની નબળી સ્થિતિ નું કારણ જાણવા અંગેની છે. આગામી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ ક્યાં મુદ્દે ફરી વખત લોકો વચ્ચે આવશે તે અંગેની રણનીતિ પણ ઘડવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તેમાં પણ કોંગ્રેસ માત્ર સાત બેઠક જ જીતી શકે છે 2021 ની સરખામણીમાં આ વખતે ચાર બેઠકનો ઉમેરો થયો છે . રાજકોટમાં જે પ્રકારની રાજકીય હીલચાલ જોવા મળી તેની સાપેક્ષમાં કોંગ્રેસ પૂરતું પરિણામ લાવી શકી નથી જેની પાછળ એક નહીં અનેકવિધ કારણો જોવા મળી રહ્યા છે. હાલ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામને ધ્યાને લઈ પ્રભારીઓ જે તે મહાનગરોમાં પહોંચ્યા છે અને હારનું કારણ શું છે તે અંગેનું અવલોકન શરૂૂ કર્યું છે.
કોંગ્રેસ દ્વારા આજથી પાંચ દિવસ ઝોન વાઇઝ મંથન શરુ કરવામાં આવ્યું છે. હાલ સૂત્રોમાં એ વાતની પણ ચર્ચા જાગી છે કે ગમે તેવા પગલાંઓ લેવામાં આવે તો પણ ભાજપ સામે જે રણનીતિ અપનાવવામાં આવી જોઈએ તેમાં કોંગ્રેસ તદ્દન નિષ્ફળ નીવડે છે. વર્ષ 2027થી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસે એકાદ વર્ષથી તૈયારી શરૂૂ કરી દીધી હતી અને તે પ્લાન હેઠળ જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડવાનું નકકી થયું હતું.
આ વખતે ટિકિટ વહેચણીમાં પણ કોંગ્રેસે યુવા ચહેરાઓને અને લોકો વચ્ચે રહેતા લોકોને ટિકિટ આપી પરંતુ તેઓ પણ ચૂંટણી જંગ જીતી ન શક્યા.
શું કારણ છે તે અંગે હાલ અનેકવિધ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક રાજકીય કુટનીતિ અને દાવ પેચમાં કોંગ્રેસ જે સફળ થવી જોઈએ તે થતી નથી અને લોકો સુધી પહોંચવામાં પણ ઘણા પ્રશ્નો અને અવરોધો ઊભા થઈ રહ્યા છે જેના પરિણામ સ્વરૂૂપે કોંગ્રેસ એ સતત હારનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી 2026 ની વિધાનસભા ચૂંટણી નવેમ્બર મહિનામાં યોજવાની છે ત્યારે જોવાનું એ રહ્યું કે હવે માઇક્રો પ્લાનિંગ કઈ રીતે કરવામાં આવે છે અને કયા મુદ્દાઓમાં કચાશ રહી જાય છે જેથી વિધાનસભા ચૂંટણીમાં કોઈ યોગ્ય પરિણામ આવી શકે અને કોંગ્રેસ કદાચ પોતાનું ખાતું ખોલાવી શકે.
કોંગ્રેસના આ પ્લાન હેઠળ ચૂંટણી જીતી શકે તેવા શક્તિશાળી અને નવા-યુવા ચહેરાને ટીકીટ આપવા, મારા-તારા કે વગવાળાને દૂર રાખવા સંબંધિત દાવેદારની જે-તે મત વિસ્તારમાં લોકપ્રિયતા ચકાસવા, કોંગ્રેસના કાર્યક્રમોમાં તેમની સક્રિય હાજરી સહિતની ચકાસણીના આધારે જ ટીકીટ આપવાનું નક્કી થયું હતું.
દાવેદારોના દાવાની સાથે પાર્ટીના આંતરિક સર્વેના રીપોર્ટને ‘મેચ’ કરવાનો પણ વ્યૂહ હતો જ્યારે આ તમામ બાબતો સાથેની રણનીતિનો અમલ થયો હતો. પાર્ટી દ્વારા સમીક્ષા બેઠકનો ઝોનવાઇઝ કાર્યક્રમ તૈયાર કરાયો છે. દક્ષિણ ઝોનના તાલુકા-જિલ્લા કક્ષાની બેઠકો યોજવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાત અને સોમવારે મધ્ય ઝોનના જિલ્લાઓની બેઠક થશે. સૌરાષ્ટ્ર-કચ્છને લાગેવળગે છે ત્યાં સુધી મોટો ઝોન હોવાથી મંગળ-બુધ બે દિવસ ફાળવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં કોંગ્રેસ કરતાં પણ ‘આપ’નો દેખાવ વધુ સારો રહ્યો હતો. રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને માત્ર એક બેઠક મળી હતી સાથે ‘આપ’ને પણ એક બેઠક મળી છે. આ જ રીતે રાજકોટ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું ખાતુ ન ખુલવા સામે ‘આપ’ને ત્રણ બેઠક મળી છે.
