નવાગામ પાસેથી રૂા.2.81 લાખના પોસડોડા સાથે રાજસ્થાનના સપ્લાયરની ધરપકડ

શહેરમાં નશીલા પદાર્થોના દૂષણને નાથવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આક્રમક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત એસઓજીની ટીમે રૂૂ.2.89 લાખની કીમતના 19.300 કિલોગ્રામ…

શહેરમાં નશીલા પદાર્થોના દૂષણને નાથવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આક્રમક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત એસઓજીની ટીમે રૂૂ.2.89 લાખની કીમતના 19.300 કિલોગ્રામ ગેરકાયદેસર પોષડોડાના જથ્થા સાથે રાજસ્થાનના સપ્લાયરને ઝડપી લીધો હતો. એસઓજીએ રાજસ્થાની શખ્સ પાસેથી પોષડોડા, મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂૂ. 3,33,100નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, નશીલા પદાર્થોના દૂષણને નાથવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કુવાડવા રોડ નજીક આવેલા શિવશક્તિ હોટેલ પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી રાજસ્થાનના બાડમેર જિલ્લાના મેગડાવાળ ગામનો વતની અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતો શાંતિરામ ધનારામ જાટ (ઉં.વ. 37) શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. એસઓજીની ટીમે તેની તલાશી લેતાં તેની પાસેથી 19.300 કિલોગ્રામ ગેરકાયદેસર પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આરોપી શાંતિરામ પોતાના વતન બાડમેરથી આ નશીલો પદાર્થ પોષડોડા પોતે મોટરસાઇકલ અથવા બસ મારફતે રાજકોટ લાવ્યો હતો. અમદાવાદ અને કૌશલ્યા જીઆઇડીસીમાં રહેતા પરપ્રાંતીય મજૂરોને તે ઓછી કિંમતે આ પોષડોડા વેચવાનો ધંધો કરતો હતો.

આરોપી અગાઉ પણ ત્રણ વખત આ જ રીતે નશીલા પદાર્થનો જથ્થો રાજકોટ લાવી ચૂક્યો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે. એસઓજીની ટીમે રૂૂ.2,89,500ના પોસડોડા સહીત રૂૂ. 3.33 લાખનો મુદ્દામાલ કબજે કરી શાંતિરામ જાટ સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબ્સ્ટન્સ એક્ટ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા , અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,એસીપી ભરત બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એસઓજીના પી.આઈ એન.બી.ચૌધરી તથા સાયબર ક્રાઇમના પી.આઈ બી.બી. જાડેજા સાથે એસ.ઓ.જી શાખાના પીએસઆઈ બી.વી.ચુડાસમા, એ.એસ.આઇ અરૂૂણભાઇ બાંભણીયા , રાજેશભાઇ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા, રવિભાઇ ધગલ, મોનાબેન બુસા , ભાગ્યલક્ષ્મીબા ઝાલા તથા ડ્રાઇવર પો.કોન્સ. નિર્મળસિંહે કામગીરી કરી હતી.