ગુજરાત
રાજ્યમાં વરસાદે મચાવી તબાહી…છેલ્લા 24 કલાકમાં રાજ્યના 250 તાલુકાને મેઘરાજાએ ધમરોળ્યું, સૌથી વધુ આ જીલ્લામાં ખાબક્યો વરસાદ
રાજ્યમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં ભારે વરસાદથી ઠેર-ઠેર તબાહીના દ્રશ્યો સર્જાયા છે. રાજ્યમાં ઉત્તરથી લઇને દક્ષિણ સુધી અને સૌરાષ્ટ્રથી માંડીને કચ્છ સુધી વરસાદના લીધે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. ગુજરાતમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિયા થતાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 250 તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ખંભાળિયામાં 18 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જામનગર 15 ઇંચ અને જામજોધપુરમાં 13 ઇંચ વરસાદ વરસ્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 250 તાલુકામાં વરસાદ
ખંભાળિયામાં 18 ઈંચ વરસાદ
જામનગરમાં 15.5 ઇંચ ઈંચ વરસાદ
જામજોધપુરમાં 13 ઈંચ વરસાદ
લાલપુરમાં 14 ઈંચ વરસાદ
રાણાવાવમાં 12 ઈંચ વરસાદ
કાલાવડમાં 11 ઈંચ વરસાદ
લોધિકા, ભાણવડમાં 10 ઈંચ વરસાદ
કોટડાસાંગાણીમાં 10.5 ઈંચ વરસાદ
કલ્યાણપુરમાં 10.5 ઈંચ વરસાદ
પોરબંદર, દ્વારકા, રાજકોટમાં 10-10 ઈંચ વરસાદ
ધ્રોલ, ધોરાજી, જામકંડોરણામાં 7-7 ઈંચ વરસાદ
ગોંડલમાં 7 ઈંચ, કુતિયાણામાં છ ઈંચ વરસાદ
જોડિયા, વાંકાનેરમાં 6-6 ઈંચ વરસાદ
વિસાવદરમાં પોણા છ ઈંચ વરસાદ
ટંકારા, વંથલીમાં 5.5 ઈંચ વરસાદ
માણાવદર, મેંદરડામાં 5- 5 ઈંચ વરસાદ
ઉપલેટા, કેશોદ, મોરબીમાં 5- 5 ઈંચ વરસાદ
ભેંસાણ, ચોટીલામાં પોણા પાંચ ઈંચ વરસાદ
જેતપુર, નડિયાદ, મહુવામાં 4.5 ઈંચ વરસાદ
પડધરી, મહુધા, બાબરામાં 4-4 ઈંચ વરસાદ
તાલાલા, જૂનાગઢ તાલુકા, જૂનાગઢ શહેરમાં 4-4 ઈંચ વરસાદ
અબડાસામાં ચાર ઈંચ, બોટાદમાં 3.5 ઈંચ વરસાદ
ગઢડામાં 3.5 , કપડવંજમાં 3 ઈંચ વરસાદ
થાનગઢ, જસદણમાં 3-3 ઈંચ વરસાદ
કઠલાલ, વિજયનગર, મોડાસામાં અઢી-અઢી ઈંચ વરસાદ
ધંધુકા, માળીયા હાટીના, ભુજમાં અઢી-અઢી ઈંચ વરસાદ
તારાપુર, સોજીત્રા, રાણપુરમાં સવા 2 ઈંચ વરસાદ