પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડેયે 27 જૂન, 2026 ના રોજ જામનગરવિરમગામ રેલવે સેક્શનના સુરક્ષા નિરીક્ષણ દરમિયાન રાજકોટ ડિવિઝનના વાંકાનેર જંક્શન, સુરેન્દ્રનગર, જામનગર, વિરમગામ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે મુસાફરોની સુવિધાઓ, સ્વચ્છતા, સુરક્ષા તેમજ ઓપરેશનલ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી અને ઉપલબ્ધ સેવાઓની ગુણવત્તા, જાળવણી તથા સેવાના ધોરણોનું અવલોકન કરીને સંબંધિત અધિકારીઓને જરૂૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.
મહાપ્રબંધક પાંડેયે વાંકાનેર સ્ટેશન પર પ્લેટફોર્મ, એર-કંડિશન્ડ (AC) અને સામાન્ય વેઇટિંગ રૂૂમ, વિવિધ સ્ટોલ, ’વન સ્ટેશન વન પ્રોડક્ટ’ (ઘજઘઙ) સ્ટોલ તેમજ સ્ટેશનના સર્ક્યુલેટિંગ એરિયાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મુસાફરોને પૂરી પાડવામાં આવી રહેલી સુવિધાઓની ગુણવત્તા અને તેની જાળવણીની સ્થિતિનું અવલોકન કરીને તેમાં સતત સુધારો કરવાના નિર્દેશ આપ્યા હતા. મહાપ્રબંધકે સુરેન્દ્રનગર સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ (FOB), લિફ્ટ, પ્લેટફોર્મ, ઇન્ટિગ્રેટેડ ક્રૂ લોબી, વેઇટિંગ રૂૂમ અને સર્ક્યુલેટિંગ એરિયાનું નિરીક્ષણ કર્યું હતું અને ઉપલબ્ધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. તેમણે સ્ટેશન પરિસરમાં સ્વચ્છતા અને સુરક્ષાના ધોરણો જાળવી રાખવા, મુસાફરોની સુવિધાઓને વધુ સુદ્રઢ કરવા તેમજ રેલવે ઓપરેશનને વધુ અસરકારક અને સુચારુ બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
વિન્ડો ટ્રેલિંગ સેફ્ટી નિરીક્ષણ દરમિયાન, મહાપ્રબંધકે વિરમગામ જામનગર અને જામનગરવિરમગામ રેલવે સેક્શનમાં રેલવે ટ્રેકની સ્થિતિ, ઓપરેશનલ કાર્યક્ષમતા અને વિવિધ સેફ્ટી માપદંડોનું વિગતવાર મૂલ્યાંકન કર્યું હતું.
તેમણે રેલ સંચાલનની સેફ્ટી અને ગુણવત્તા સંબંધિત વિવિધ પાસાઓની સમીક્ષા કરી હતી. સુરક્ષિત, વિશ્વસનીય અને અવિરત રેલ સંચાલન સુનિશ્ચિત કરવામાં નિયમિત સેફ્ટી નિરીક્ષણ મહત્વની ભૂમિકા ભજવે છે. આવા નિરીક્ષણો દ્વારા રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા જાળવી રાખવાની સાથે મુસાફરોની સેફ્ટી પ્રત્યે પશ્ચિમ રેલવેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બને છે.
રાજકોટ રેલવે સ્ટેશનના નિરીક્ષણ દરમિયાન મહાપ્રબંધકે પ્લેટફોર્મ, પ્રતીક્ષા ખંડ (વેઇટિંગ રૂૂમ), હેરિટેજ રૂૂમ, વિવિધ સ્ટોલ, ’વન સ્ટેશન વન પ્રોડક્ટ’ (OSOP) સ્ટોલ, સ્ટેશન સર્ક્યુલેટિંગ એરિયા, સ્ટેશનનો આગળનો ભાગ (ફેસાડ), લોબી અને આરપીએફ (RPF) કચેરીનું નિરીક્ષણ કર્યું હતું.
તેમણે સ્ટેશન પરિસરની સ્વચ્છતા, મુસાફરોની સુવિધાઓની ઉપલબ્ધતા, સેફ્ટી વ્યવસ્થા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી અને ઓપરેશનલ વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરી હતી.નિરીક્ષણ દરમિયાન, તેમણે સુવિધાઓની ગુણવત્તા, જાળવણી અને સેવાના ધોરણોનું મૂલ્યાંકન કરીને સંબંધિત અધિકારીઓને જરૂૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.
