Site icon Gujarat Mirror

રેલનગરની યુવતિએ પિતા અને ભાઈના વિરહમાં ફિનાઈલ પી લીધું

માધાપરમાં માવતરે આંટો ગયેલી પરિણીતા પતિ સાથે ફોનમાં વાત કરતા-કરતા ઝેરી બીસ્કિટ ખાઈ જતાં તબિયત લથડી

શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતી યુવતીએ ભાઈ અને પિતાના વિરહમાં ફીનાઇલ પી લીધું હતું. યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં આવેલ ભગીની ટાઉનશીપમાં રહેતી નીલમબેન પરસોતમભાઈ કોટડીયા નામની 34 વર્ષની યુવતી રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે ફિનાઈલ પી લીધું હતું. તેણીને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં નીલમબેન કોટડીયા બે ભાઈ એક બહેનમાં નાની છે અને કેટરર્સમાં કામ કરે છે. ત્રણ વર્ષ પહેલા તેના મોટાભાઈ કેતનનું ટ્રેન હડફેટે અને છ માસ પૂર્વે પિતાનું માધાપર ચોકડી પાસે સીટી બસની ઠોકરે મૃત્યુ થયું હતું પિતા અને ભાઈના વિરહમાં ફીનાઇલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત બીજા બનાવમાં કસ્તુરબા રોડ ઉપર આવેલ બિલખા પ્લાઝામા રહેતી તૃષાબેન જયભાઈ શેઠ નામની 21 વર્ષની પરિણીતા માધાપર ગામે તેના પિતાના ઘરે હતી ત્યારે પતિ સાથે ફોનમાં વાત કરતા કરતા ઝેરી બિસ્કીટ ખાઈ લીધું હતું. પરણિતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

Exit mobile version