100 જેટલા શખ્સોની અટકાયત, સાયબર ફ્રોડ સામે ઇન્ટરપોલની આંતરરાષ્ટ્રીય જંગ
વિશ્વભરમાં અદ્રશ્ય રહીને લોકોના ખિસ્સા અને બેંક ખાતા સાફ કરતા સાયબર ઠગો સામે ઇન્ટરપોલે અત્યાર સુધીની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય જંગ છેડી દીધી છે. ’ઓપરેશન સિનર્જિયાIII’ (જુક્ષયલિશફIII) હેઠળ ભારત સહિત 72 દેશોની કાયદા અમલીકરણ એજન્સીઓએ એકસાથે ત્રાટકીને સાયબર ગુનેગારોની કમર તોડી નાખી છે. ફ્રાન્સના લિયોન સ્થિત ઇન્ટરપોલ મુખ્યાલયથી સંચાલિત આ ઓપરેશનમાં ચોંકાવનારી સફળતા મળી છે, જેમાં ગુનાહિત પ્રવૃત્તિઓ માટે વપરાતા 45,000 થી વધુ IP એડ્રેસ અને સર્વર્સને કાયમ માટે શટડાઉન કરી દેવામાં આવ્યા છે. આ તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 94 ખતરનાક ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સેંકડો અન્ય હજુ પણ રડારમાં છે.
તપાસમાં ખૂલેલી વિગતો મુજબ, આ ગુનેગારો ફિશિંગ, માલવેર અને રેન્સમવેર જેવા હથિયારોનો ઉપયોગ કરીને માયાજાળ રચી રહ્યા હતા. નકલી વેબસાઈટ્સ બનાવીને લોકોની ગુપ્ત બેંકિંગ વિગતો અને ક્રેડિટ કાર્ડની માહિતી ચોરવામાં આવતી હતી. ખાસ કરીને મકાઉ પોલીસે એકલા હાથે 33,000 થી વધુ એવી નકલી વેબસાઈટ્સ શોધી કાઢી હતી, જે હૂબહૂ સરકારી પોર્ટલ કે બેંકિંગ સેવાઓ જેવી દેખાતી હતી. લોકો લાલચમાં આવીને જેવી પોતાની વિગતો આ સાઈટ્સ પર નાખતા, કે તરત જ તેમનો ડેટા ચોરી થઈ જતો હતો. આ કામગીરી દરમિયાન કુલ 212 હાઇ-ટેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે, જે ગુનેગારોના નાપાક મનસૂબાનો પર્દાફાશ કરશે.
જુલાઈ 2025 થી જાન્યુઆરી 2026 સુધી ચાલેલા આ લાંબા ઓપરેશને સાબિત કર્યું છે
કે સાયબર ગુનેગારો હવે ગમે તે ખૂણે છુપાયેલા હોય, કાયદાના હાથથી બચી શકશે નહીં. ઇન્ટરપોલના આ મિશનમાં નકલી કેસિનો અને પેમેન્ટ ગેટવેના નામે ચાલતી અબજો રૂૂપિયાની છેતરપિંડીનો પણ પર્દાફાશ થયો છે. સામાન્ય નાગરિકોને છેતરવા માટે આ ગુનેગારો મનોવૈજ્ઞાનિક દબાણ અને ખોટા પ્રલોભનોનો સહારો લેતા હતા. હાલમાં, 110 થી વધુ શંકાસ્પદોની ઉલટતપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડો થવાની શક્યતા છે. આ સફળતા બાદ ભારત સહિતના સભ્ય દેશોમાં હવે ઓનલાઇન સુરક્ષાના માપદંડો વધુ કડક બનાવવામાં આવશે.

