Site icon Gujarat Mirror

જેતપુરના મોટા ગુંદાળા ગામે ઘોડીપાસાની જુગાર કલબ ઉપર દરોડો, 4 ઝડપાયા 7 ફરાર

જેતપુર તાલુકાનાં મોટા ગુંદાળા ગામે ચાલતી ઘોડી પાસાની જુગાર કલબ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા 4 શખસોને ઝડપી લઇ રોકડ સહીત 1.22 લાખનો મુદામાલ કબજે કર્યો હતો જયારે દરોડામા 7 શખસો ફરાર થઇ ગયા હતા. મળતી વિગતો મુજબ મોટા ગુંદાળા ગામે દરગાહ પાસે ઘોડી પાસાની જુગાર કલબ ચાલતી હોવાની બાતમીનાં આધારે પીઆઇ એ. એમ. હેરમા અને તેમની ટીમે દરોડો પાડી જુગાર રમતા ધોરાજીનાં સલીમ ઉર્ફે ચીનુ રજાકભાઇ, તૌફીક હનીફ ગરાણા, મહંમદ હનીફ ગરાણા, જુનાગઢનાં સાગર સતીશ સીધ્ધપુરા ની ધરપકડ કરી રૂ. 12 હજારની રોકડ અને 4 મોટર સાયકલ સહીત 1.22 લાખનો મુદામાલ કબજે કર્યો હતો જયારે દરોડામા જેતપુરનો કાદીર વલીભાઇ ચૌહાણ, મોસીન વલીભાઇ ચૌહાણ, ઇમત્યાઝ ડબગર , હરેશ ઉર્ફે એજાઝ , સુનીલ જાદવ અને બે મોટર સાયકલ ચાલક ફરાર થઇ ગયા હતા જેની શોધખોળ શરૂ કરવામા આવી છે.

જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર ની સુચનાથી પીઆઇ એ. એમ. હેરમા સાથે ભુરાભાઇ , સુમીતભાઇ પરમાર , મનેશભાઇ જોગરદીયા, મનસુખભાઇ રંગપરા, ગીરીશભાઇ બગડા, રેવાભાઇ ખીટ, પ્રધ્યુમનસિંહ વાઘેલા અને મહેશભાઇ શાપરાએ કામગીરી કરી હતી.

Exit mobile version