Site icon Gujarat Mirror

ગોંડલના આંબરડી ગામે ગેરકાયદેસર વીજ કનેકશન લેતા બે ખેડૂત સામે ગુનો નોંધાયો

ગોંડલ તાલુકાનાં આંબરડી ગામે પીજીવીસીએલનાં 11 કેવી ખેતી વાડીનાં કનેકશનમાથી ગેરકાયદેસર વીજ કનેકશન લઇ માનવ જીંદગીને જોખમાય તે રીતે વાયર નાખનાર બે ખેડુત સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. આ મામલે તપાસમા અન્ય ખેડુતોનાં નામ પણ ખુલશે.

ગોંડલ ગ્રામ્ય પેટા વિભાગ પીજીવીસીએલનાં નાયબ ઇજનેર જયકુમાર જેન્તીલાલ રાવલની ફરીયાદને આધારે આંબરડી ગામનાં દીનેશ પાનેલીયા અને નીતીન પાનેલીયા સહીત તપાસમા જેનાં નામ ખુલે તે તેનાં વિરુધ્ધ ગુનો નોંધાયો છે. દિનેશ અને નીતીને પીજીવીસીએલનાં વીજ પાવર અને અન્ય વીજ જોડાણમા જશે તો કોઇ વ્યકિતનુ મૃત્યુ થઇ શકે તેમ છે તેવુ જાણવા છતા ખેતીવાડી 11 કેવી આંબરડી એજી ફીડર તથા નીતીને ખેતીવાડીનાં 11 કેવીનાં વ્રજ એજી ફીડરમાથી બીન અધિકૃત રીતે ટ્રાન્સફોમર માથી વાયર નાખી વીજ કનેકશન મેળવી ખેતીવાડીમા આ વીજ જોડાણનો ઉપયોગ કરવા માટે ગેરકાયદેસર કનેકશન મેળવ્યુ હોય જે બાબતે ચેકીંગમા આ ગેરરીતી બહાર આવતા બંને સામે ગુનો નોંધાયો છે આ મામલે તપાસમા હજુ પણ આવા ગેરકાયદેસર કનેકશન લેનાર ખેડુત સામે કાર્યવાહી કરવામા આવશે.

બંને ખેડુતોએ 11 કેવી ટ્રાન્સફોર્મરમાં લંગરીયા નાંખી સીધી વીજ લાઇન ખેચી લીધી હોવાથી કોઇના જીવ ઉપર પણ જોખમ સર્જાય શકે તેવી સ્થિતિ સર્જી હોવાનુ જણાવાયુ છે. તાલુકામાં અનેક સ્થળે આ રીતે વીજ ચોરી થતી હોવાનુ પણ વીજ તંત્રના ધ્યાનમાં આવ્યુ હોવાથી વાડી વિસ્તારોમા વ્યાપક ચેકીંગ હાથ ધરવામા આવેલ છે.

Exit mobile version