Site icon Gujarat Mirror

ગોપાલ ચોકમાં નટરાજ ટાઉનશીપમાં ધમધમતા ઘોડીપાસાના પાટલા ઉપર દરોડો

શહેરના સાધુવાસવાણી રોડ પર ગોપાલ ચોક નજીક આવેલી આવાસ ટાઉનશીપમાં ઘોડીપાસાનો પાટલો ધમધમતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દરોડો પાડ્યો હતો. પોલીસે ઘોડીપાસાનો જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડી પટમાંથી રૂા.27,500ની રોકડ કબજે કરી જુગારીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ગોપાલ ચોક પાસે આવેલ નટરાજ ટાઉનશીપ વીંગ ડી માં ચોથા માળે 407 માં અમુક શખસો ઘોડી પાસાનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા ઘોડીપાસાનો જુગાર રમતા મકાન માલિક રોહિત રાજુભાઈ રાઠોડ, રોહિત કિરીટભાઈ સોઢા(પેડક રોડા), મહેન્દ્ર વિનોદરાય કાનાબાર (રહે સાધુ વાસવાણી રોડ), વશરામ રામેશ્વરભાઈ પંડ્યા, હીરા બાબુભાઈ વાઘેલા(રહે તોપખાના શેરી નંબર 2), રાહુલ અજયભાઈ વાઘેલા(રહે જામનગર રોડ સાંઢિયા પુલ પાસે), જયેશ રાજુભાઈ રાઠોડ(રહે સાધુ વાસવાણી રોડ)ને પકડી પટમાંથી રૂૂ.27500ની રોકડ કબજે કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી જરૂૂરી કાર્યવાહી કરી હતી.

Exit mobile version