Site icon Gujarat Mirror

સતત બીજા દિવસે પંપો ઉપર લાઇનો, લોકો કેરબા-ખાલી ડબા લઇને પહોંચ્યા

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગીની ગઇકાલથી ઉઠેલી અફવાના કારણે પેટ્રોલ પંપો ઉપર લાગેલી લાઇનો આજે પણ યથાવત રહી છે. ગત મોડીરાત્રે પેટ્રોલ પંપો બંધ થયા બાદ આજે સવારે ખુલે તે પહેલા જ લોકો નાઇટડ્રેસમાં વાહનો, કેરબા તેમજ તેલના ખાલી ડબા લઇને પેટ્રોલ-ડીઝલ માટે લાઇનોમાં ગોઠવાઇ ગયા હતા. જેના કારણે અજંપા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજય સરકાર પેટ્રોલ-ડીઝલનો પુરતો સ્ટોક હોવાની અને લોકોને પેનિક નહીં કરવાની વારંવાર અપીલો- વિનંતી કરી રહ્યા છે છતાં લોકો પેટ્રોલ પંપો ઉપર લાઇનો લગાડી રહ્યા હોવાથી ચિંતાનો માહોલ સર્જાયો છે. રાજકોટમાં મોડી રાત્રે પેટ્રોલ પંપો ઉપર લાગેલી લાઇનો વચ્ચે પોલીસે પણ લોકોને પેનિક નહીં કરવા સલાહ આપી હતી.

Exit mobile version