ટેન્કરો પર પ્રતિબંધ મૂકવા સામાજિક અગ્રણીની ડે.કલેકટરમાં ફરિયાદ
વેરાવળ શહેરમાં આવેલ વોર્ડ નંબર 5 ના તાલાલા નાકા થી સોમનાથ ટોકીઝ વિસ્તારમાં પૂર ઝડપે અનિયંત્રિત પાણીના ટેન્કરો એ મોતના ટેન્કરની જેમ દોરી રહ્યા હોય તેના પરિણામે લોકોના જીવ રસ્તા પર જોખમાઈ રહ્યા છે અને ભૂતકાળમાં પણ આ ટેન્કર થી ઘણા યુવાનોના મોત થયેલ છે.
આ અંગે સમસ્ત મુસ્લિમ સેવા સમાજ ના પટેલ અફઝલ ભાઈ દ્વારા ડેપ્યુટી કલેકટરને લેખિતમાં ફરિયાદ કરી જણાવેલ કે, આ રસ્તા પર હેવી વાહનોને પ્રતિબંધ હોવા છતાં પૂર ઝડપે અને ગેરકાયદેસર રીતે પાણીના ટેન્કરો દોડે છે પરિણામે અનેક વાર નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બને છે અને ભૂતકાળમાં આ પાણીના ટેન્કરો થી ઘણા યુવાનો ના જીવ પણ ગુમાવેલ છે.
આ ટેન્કરને આ રસ્તા પર બંધ નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં તેના ગંભીર પરિણામ આવશે અને અનેક લોકો ટેન્કર ના કારણે અકસ્માતનો ભોગ પણ બનશે અને તેમના જીવ પણ જોખમાશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. સમસ્ત મુસ્લિમ સેવા સમાજ ના પ્રમુખ દ્વારા આ બાબતે ઉચ્ચ રજૂઆત કરી જણાવેલ કે, આ રસ્તા પર ટેન્કરો અને પ્રતિબંધ લાદવામાં આવે અને જે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે તેમના પર કાયદેસરના પગલાં લેવામાં આવે નહીં તો આ વિસ્તારના લોકો ગાંધી માર્ગે આંદોલન કરશે તેમ અંતમાં જણાવેલ છે.
