યુક્રેન યુધ્ધનો અંત લાવવા પુતિન ત્રિપક્ષીય વાતચીત માટે તૈયાર

ટ્રમ્પના દૂત સાથેની મંત્રણામાં રશિયાનો સંકેત જો બધું સમુસુતરું પાર પડે, તો રશિયા-યુક્રેન યુદ્ધ ખૂબ જલ્દી સમાપ્ત થઈ શકે છે. ક્રેમલિને જણાવ્યું છે કે રશિયાના…

ટ્રમ્પના દૂત સાથેની મંત્રણામાં રશિયાનો સંકેત

જો બધું સમુસુતરું પાર પડે, તો રશિયા-યુક્રેન યુદ્ધ ખૂબ જલ્દી સમાપ્ત થઈ શકે છે. ક્રેમલિને જણાવ્યું છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ સંઘર્ષનો અંત લાવવા માટે અમેરિકા અને યુક્રેન સાથે ત્રિપક્ષીય વાતચીત ફરી શરૂૂ કરવા સંમત થયા છે. ક્રેમલિનના એક અધિકારીના જણાવ્યા અનુસાર, પુતિન 10 નવેમ્બર પછી વાટાઘાટો ફરી શરૂૂ કરવા માટે સિદ્ધાંતિક રીતે સહમત થયા છે. પુતિનના વિદેશ નીતિ સલાહકાર યુરી ઉશાકોવે – સેન્ટ પીટર્સબર્ગમાં પુતિન અને અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દૂત સ્ટીવ વિટકોફ વચ્ચેની મુલાકાત બાદ – જણાવ્યું હતું કે આ ચર્ચાઓ મુખ્યત્વે યુદ્ધ સમાપ્ત થયા પછી રશિયા અને યુક્રેન માટે સુરક્ષા વ્યવસ્થાઓ સ્થાપિત કરવા પર કેન્દ્રિત હશે.

ઉશાકોવે નોંધ્યું કે વિટકોફે મંગળવારે ઓસ્લોમાં પુતિનને તેમની તાજેતરની ચર્ચાઓ વિશે માહિતી આપી હતી. ઓસ્લોમાં, વિટકોફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી, નોર્વેના વડા પ્રધાન અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિને મળ્યા હતા. આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ટ્રમ્પ યુક્રેનમાં લડાઈ રોકવા માટે કોઈ સમજૂતી થાય તેવો પ્રયાસ કરી રહ્યા છે. ફેબ્રુઆરીથી અમેરિકા, રશિયા અને યુક્રેન વચ્ચે કોઈ ત્રિપક્ષીય વાતચીત થઈ નથી. બંને પક્ષો વચ્ચે હજુ પણ નોંધપાત્ર મતભેદો છે અને બંનેએ એકબીજાના ઊર્જા માળખાકીય માળખા (યક્ષયલિુ શક્ષરફિતિિીંભિીંયિ) પર હુમલા તેજ કર્યા છે.