હર ગલી મેં જંતર મંતર: નાણામંત્રીના પતિ પણ હવે સરકાર સામે મેદાને

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનના પતિ અને જાણીતા રાજકીય અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકર ફરી એકવાર મોદી સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવવા જઈ રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા…

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનના પતિ અને જાણીતા રાજકીય અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકર ફરી એકવાર મોદી સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવવા જઈ રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આગામી 23 ઑક્ટોબર, 2026ના રોજ તેઓ અભિનેતા અને સામાજિક કાર્યકર પ્રકાશ રાજ તેમજ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકે સહિતની હસ્તીઓ સાથે એક મંચ પર જોવા મળે તેવી શક્યતા છે.

આ કાર્યક્રમ ‘પીપલ અગેઇન્સ્ટ SIR’ ગઠબંધનના નેજા હેઠળ યોજાનારા દેશવ્યાપી વિરોધનો ભાગ હોવાનું જણાવાયું છે. આ વિરોધ પ્રદર્શનનો મુખ્ય મુદ્દો મતદાર યાદીઓની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા એટલે કે જઈંછ છે. આયોજકો આ પ્રક્રિયા રદ કરવાની અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી કરી રહ્યા છે. આ કાર્યક્રમને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. મોદી સરકારની આર્થિક અને રાજકીય નીતિઓના ટીકાકાર તરીકે જાણીતા પરકલા પ્રભાકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર પોસ્ટ કરીને લોકોને વિરોધ પ્રદર્શનમાં જોડાવા અપીલ કરી હોવાનું જણાવાયું છે.

તેમણે ‘હર ગલી મેં જંતર-મંતર’નો નારો આપતાં આવતીકાલે લોકશાહીની પુન:સ્થાપના માટે જનમાર્ચમાં જોડાવા લોકોને આહ્વાન કર્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આ વિરોધ પ્રદર્શનમાં અભિનેતા પ્રકાશ રાજ, CJPના સ્થાપક અભિજિત દીપકે અને અઈંજઅનાં અધ્યક્ષ નેહા બોરા સહિતના સામાજિક કાર્યકરો જોડાવાના હોવાનો અહેવાલ છે. પરકલા પ્રભાકર અગાઉ પણ સરકારની નીતિઓના વિરોધમાં જાહેર કાર્યક્રમોમાં ભાગ લઈ ચૂક્યા છે. અહેવાલ મુજબ, 8 ઑક્ટોબરે બેંગલુરુના ફ્રીડમ પાર્ક ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં તેઓ પ્રકાશ રાજ અને યુટ્યુબર ધ્રુવ રાઠી સાથે પણ જોવા મળ્યા હતા.