ભારતમાં બુલ-રન પૂરી થઇ, બોન્ડ અને રોકડ પસંદ કરો: ફેબરની રોકાણકારોને સલાહ

મોટાભાગના શેરબજારો માટે 2026નું વર્ષ પડકારજનક રહ્યું છે. થાઈલેન્ડ સ્થિત માર્ક ફેબર, જેઓ ’ધ ગ્લૂમ, બૂમ એન્ડ ડૂમ રિપોર્ટ’ના સંપાદક અને પ્રકાશક છે, તેમણે જણાવ્યું…

મોટાભાગના શેરબજારો માટે 2026નું વર્ષ પડકારજનક રહ્યું છે. થાઈલેન્ડ સ્થિત માર્ક ફેબર, જેઓ ’ધ ગ્લૂમ, બૂમ એન્ડ ડૂમ રિપોર્ટ’ના સંપાદક અને પ્રકાશક છે, તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક બજારો હવે એવી સ્થિતિ તરફ આગળ વધી રહ્યા છે જ્યાં રોકાણકારોએ માત્ર ઇન્ડેક્સ કે ઇન્ડેક્સ ફંડ્સમાં રોકાણ કરવાને બદલે, વ્યક્તિગત શેરો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

તેમના અંદાજ મુજબ યુએસ બજાર નીચે જશે. જોકે, જો આપણે આ વર્ષે અત્યાર સુધીના બજારના દેખાવ પર નજર કરીએ, તો અન્ય બજારોનું પ્રદર્શન યુએસ કરતા પણ ઘણું ખરાબ રહ્યું છે. ઉદાહરણ તરીકે, દક્ષિણ કોરિયા અને ભારત તેમના ઉચ્ચતમ સ્તરો (પીક) પરથી નોંધપાત્ર રીતે નીચે આવ્યા છે.

આ ઉપરાંત, ભારતીય બજાર પણ છેલ્લા બે વર્ષથી સંઘર્ષ કરી રહ્યું છે. સપ્ટેમ્બર 2024માં તે તેના સર્વોચ્ચ સ્તરે હતું, અને ત્યારથી તેમાં ઉતાર-ચઢાવ આવ્યા હોવા છતાં, રોકાણકારોને ખાસ કમાણી થઈ નથી. ઇન્ડોનેશિયામાં પણ, ડોલરના સંદર્ભમાં, ચાલુ વર્ષે મોટું નુકસાન જોવા મળ્યું છે.

જોકે યુએસમાં હજુ સુધી મોટો કડાકો (મેલ્ટડાઉન) આવ્યો નથી, પરંતુ મને લાગે છે કે તે આવશે; કારણ કે ઇન્ડેક્સ મુખ્યત્વે ઊંચા મૂલ્યાંકન ધરાવતા ટેક્નોલોજી શેરો દ્વારા આગળ વધી રહ્યા છે, જેમની ભવિષ્યની કમાણી અત્યંત શંકાસ્પદ છે.

તેમણે કહ્યું કે આપણે પહેલેથી જ ’બેર માર્કેટ’ (મંદીના બજાર)માં છીએ, જોકે મોટું બેર માર્કેટ દરેક જગ્યાએ એકસાથે શરૂૂ થતું નથી. કેટલાક યુએસ શેરો 2021 કે 2022માં જ તેમના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા હતા, અને હું કહીશ કે મોટાભાગના શેરો તેમના ટોચના સ્તરે પહોંચી ચૂક્યા છે. જોકે, SP 500 જેવા ઇન્ડેક્સની રચના એવી રીતે કરવામાં આવી છે કે તેમાં મુઠ્ઠીભર શેરો સમગ્ર ઇન્ડેક્સને ઉપર લઈ જઈ શકે છે, ભલે બાકીના મોટાભાગના શેરોમાં ઘટાડો થતો હોય કે તેમનું પ્રદર્શન નબળું હોય. તાજેતરમાં આપણે બરાબર આવું જ જોયું છે. બજાર ઘણીવાર 10 કે 20 શેરને કારણે ઉપર જાય છે, જ્યારે બાકીના શેર કાં તો સ્થિર રહે છે અથવા નીચે જાય છે.

ફેબરે જણાવ્યું કે, ભારતમાં 2003માં શરૂૂ થયેલો ’મહાન તેજીનો તબક્કો’ હવે પૂરો થઈ ગયો છે. વ્યાજ દરોમાં વધારો થવાને કારણે, આપણે માત્ર ઇક્વિટી જ નહીં, પરંતુ તમામ પ્રકારની સંપત્તિના ભાવ માટે ’મંદીના તબક્કામાં’ છીએ. એવું નથી કે માત્ર મધ્યસ્થ બેંકો જ તરલતા ઘટાડી રહી છે; હકીકતમાં, બજાર પોતે જ તરલતા ઘટાડી રહ્યું છે. મારું માનવું છે કે ભારતીય ઇક્વિટી બજાર અત્યારે મંદીના તબક્કામાં છે.

તેમને લાગે છે કે વિદેશી રોકાણકારો વિશ્વભરના બજારોમાં તેમનું રોકાણ ઘટાડશે. આ એક કારણ છે જેના લીધે હું યુએસ ડોલર (અમેરિકી ડોલર) બાબતે થોડો સકારાત્મક છું. ડોલર ભલે બહુ સારું ચલણ ન હોય, પરંતુ મારા મતે અન્ય વિકલ્પો તેના કરતા પણ ખરાબ છે. ઉદાહરણ તરીકે, યુરોપ ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું છે. જો ફ્રાન્સની સ્થિતિ સમગ્ર યુરોપની સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી હોય, તો તે એવી જગ્યા નથી જ્યાં રોકાણકારો પોતાનું નાણાં રોકવા ઈચ્છે. ફ્રાન્સમાં જે થઈ રહ્યું છે તે અન્યત્ર પણ થઈ શકે છે, જેમાં અમેરિકાનો પણ સમાવેશ થાય છે.

ભારતીય બજારમાં કેટલો ધટાડો થઇ શકે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે મારી પાસે કોઈ ચોક્કસ ટકાવારી નથી, કારણ કે કેટલાક શેરમાં મોટો ઘટાડો આવી શકે છે, જ્યારે અન્ય શેરમાં ઘટાડો ઘણો ઓછો હોઈ શકે છે. જોકે, હું બોન્ડ માર્કેટ પર નજીકથી નજર રાખી રહ્યો છું. ઓગસ્ટ 2020માં બોન્ડના ભાવ ટોચ પર હતા અને તેના વળતર સૌથી નીચા સ્તરે હતા. ત્યારથી, બોન્ડ માર્કેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જે લગભગ 5 ટકા કે તેથી વધુ વળતર આપે છે, તે આગામી 12 થી 24 મહિના માટે આકર્ષક જણાય છે.

12 મહિનાના દ્રષ્ટિકોણથી જોઈએ તો, સોનું, ચાંદી, તેલ કે ઔદ્યોગિક ધાતુઓ – આમાંથી કયામાં રોકાણ કરવાની શ્રેષ્ઠ તક છે? તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે તેલ (ઓઇલ) આકર્ષક લાગે છે. પ્રતિ બેરલ આશરે 110 ડોલરના ભાવે, આ કિંમત 1970ના દાયકા (જ્યારે તે આશરે 3 ડોલર હતી) કે 1980ના દાયકા (જ્યારે તે આશરે 20 ડોલર હતી)ની સરખામણીમાં ચોક્કસપણે ઘણી વધારે છે. પરંતુ સોના અને ચાંદીની તુલનામાં, તેલ પ્રમાણમાં સસ્તું છે. રોકાણકારો પાસે તેલ સંબંધિત શેરો અને ઊર્જા ક્ષેત્રમાં બહુ મોટું રોકાણ (એક્સપોઝર) પણ નથી. ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, હું તેલની તરફેણ કરું છું. મારી પાસે ભૌતિક સ્વરૂૂપે સોનું પણ છે અને હું પ્લેટિનમની ખરીદી પણ ચાલુ રાખી રહ્યો છું.