અમેરિકામાં પાટીદાર મહિલાની હત્યા કરનાર સાયકો કિલરનો આપઘાત

23 મે ના રોજ અમેરિકાના વર્જિનિયામાં રહેતા અને સ્ટોરમાં નોકરી કરતા મૂળ મહેસાણા જિલ્લાના જંત્રાલ ગામના વતની મેઘનાબેન પટેલની બુકાનીધારી અજાણ્યા યુવકે ગોળી મારી નિર્મમ…

23 મે ના રોજ અમેરિકાના વર્જિનિયામાં રહેતા અને સ્ટોરમાં નોકરી કરતા મૂળ મહેસાણા જિલ્લાના જંત્રાલ ગામના વતની મેઘનાબેન પટેલની બુકાનીધારી અજાણ્યા યુવકે ગોળી મારી નિર્મમ હત્યા કરી દીધી હતી, ત્યારે આ હત્યાકાંડમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીએ પહેલાં પોતાના સાવકા પિતાની ગોળી મારી નિર્મમ હત્યા કર્યા બાદ મેઘનાબેન પટેલને મોતને ઘાટ ઉતાર્યા હતા અને ત્યારબાદ સાયકો કિલરે પોતાના લમણે બંદૂક મૂકીને ફાયરિંગ કરી આપઘાત કરી લીધો હતો.

સાવકા પિતાની હત્યા કર્યા બાદ સાયકો કિલર બુકાની બાંધી સ્ટોરમાં પ્રવેશ્યો હતો અને સામાન્ય વાતથી ઉશ્કેરાઈ મેઘનાબેન પટેલ પર એક પછી એક પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગંભીર રીતે ઘવાયેલા મેઘનાબેન પટેલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ સાયકો કિલર યુવક માનસિક સંતુલન ગુમાવી ચૂક્યો હતો. સ્ટોર પર આચંક મચાવતા પહેલાં જ તેનો પોતાના સાવકા પિતા સાથે ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં તેણે તેના પિતાની પણ ગોળી મારીને નિર્મમ હત્યા કરી દીધી હતી. પિતાની હત્યા બાદ યુવક સ્ટોર તરફ ભાગ્યો હતો અને ત્યાં સામાન્ય બાબતે મેઘનાબેન પટેલ પર ફાયરિંગ કર્યું હતું. આ બંને હત્યાકાંડને અંજામ આપ્યા બાદ હત્યારો યુવક પોતાની સોસાયટી તરફ ભાગ્યો હતો અને આપઘાત કરી લીધો હતો.