Site icon Gujarat Mirror

લેબનોનમાં ઇઝરાયલે હિઝબુલ્લાહનું ડ્રોન નેટવર્ક તબાહ કર્યું, 31ના મોત

પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)માં ચાલી રહેલો રક્તપાત વધુ ભયાનક બન્યો છે. ઈઝરાયેલી વાયુસેનાએ દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને અત્યાર સુધીના સૌથી ભીષણ હવાઈ હુમલા કર્યા છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયના સત્તાવાર રિપોર્ટ અનુસાર, આ તાજા હુમલાઓમાં મહિલાઓ અને બાળકો સહિત 31 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે 40થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે આક્રમક વલણ અપનાવતા ઈઝરાયેલ પર ગંભીર આરોપ લગાવ્યો છે કે, ઈઝરાયેલી સેના દક્ષિણ લેબનોનના રહેણાંક વિસ્તારોમાં નરસંહાર જેવી સૈન્ય કાર્યવાહી કરી રહી છે.

બીજી તરફ, ઈઝરાયેલી સંરક્ષણ દળો એ યુદ્ધભૂમિ પર મોટી સફળતા મેળવી હોવાનો દાવો કર્યો છે. ઈઝરાયેલે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, તેમના ફાઈટર જેટ્સે હિઝબુલ્લાહના એરિયલ યુનિટ (હવાઈ એકમ) ના સૌથી ઘાતક ‘ડ્રોન નેટવર્ક’ ને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દીધું છે. આ એ જ નેટવર્ક હતું જેનો ઉપયોગ હિઝબુલ્લાહ ઉત્તરી ઈઝરાયેલના શહેરો પર વિસ્ફોટક ડ્રોન હુમલા કરવા માટે કરતું હતું. ઈઝરાયેલે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સરહદ સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી આતંકીઓ વિરુદ્ધ આ ઓપરેશન અટકશે નહીં.
ઈઝરાયેલી સેના માત્ર હવાઈ હુમલા જ નથી કરી રહી, પરંતુ દક્ષિણ લેબનોનમાં ઘૂસીને હિઝબુલ્લાહની સુરંગો રોકેટ લોન્ચર્સ અને હથિયારોના ગોડાઉનો શોધી-શોધીને નષ્ટ કરી રહી છે. તાજેતરમાં જ હિઝબુલ્લાહની શિર્ષ લીડરશીપના કેટલાક કમાન્ડર્સને પણ ઈઝરાયેલે ઠાર કર્યા છે.

Exit mobile version