ગુજરાત
સુરતમાં અઠવા લાઈન્સ પોલીસ સ્ટેશનના પીએસઆઈ રૂા.1 લાખની લાંચ લેતા ઝડપાયા
સુરતમાં અઠવાલાઈન પોલીસસ્ટેશનનો પીએસઆઈ રૂા. 1 લાખની લાંચ લેતા રંગેહાથ એસીબીના ફટકામાં ઝડપાઈ ગયો હતો. આરોપી ફોજદારે ફરિયાદી વિરુદ્ધ થયેલી અરજીનો નિકાલ કરવા બાબતે પીએસઆઈએ લાંચ માગી હતી. જેથી ફરિયાદીએ એસીબીમાં જાણ કરતા એસીબીએ ટ્રેપ ગોઠવી પીએસઆઈને લાંચ લેતા રંગેહાથ ઝડપીલીધો હતો. જાણવા મળતી વિગત મુજબ સુરતમાં અઠવાલાયન્સ પોલીસ સ્ટેશન હેઠળ આવેલી ગોપી પુરા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ લલીત કુમાર મોહનલાલ પુરોહિતે ફરિયાદી વિરુદ્ધ અઠવાલાયન્સ પોલીસ સ્ટેશનમાં અરજી થયેલ હોય જે અરજીની તપાસ પીએસઆઈ પુરોહિત પાસે જતાં તેણે ફરિયાદીનો સંપર્ક કરી તેમના વિરુદ્ધ થયેલી અરજી ફાઈલ કરી તેનો નિકાલ કરવા માટે રૂા. 1 લાખની લાંચ માગી હતી. જેથી ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેમણે બનાસકાંઠા એસીબીનો સંપર્ક કરતા બનાસકાંઠા એસીબીના પીઆઈ એનએ ચોધરી સહિતના સ્ટાફે છટકુ ગોઠવી સુરતમાં રેલવે સ્ટેશન સામે બિસ્મીલ્લાહ હોટલ પાસેથી પીએસઆઈ પુરોહિતને ફરિયાદી પાસેથી રૂા. 1 લાખની લાંચ લેતા રંગેહાથખ ઝડપીલઈ તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.