ખંભાળિયાથી સાળંગપુર બસ સેવા શરૂ કરવા માટે રજુઆત

ખંભાળિયાથી સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી ડાયરેક્ટ બસ સેવા શરૂૂ કરવા માટે એસ.ટી. વિભાગને લેખિત રજુઆત કરવામાં આવી છે. સાળંગપુર ખાતે જવા માટે…

ખંભાળિયાથી સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી ડાયરેક્ટ બસ સેવા શરૂૂ કરવા માટે એસ.ટી. વિભાગને લેખિત રજુઆત કરવામાં આવી છે.

સાળંગપુર ખાતે જવા માટે હાલ યાત્રાળુઓને ડાયરેક્ટ બસ સેવા ન હોવાના કારણે જુદા જુદા સ્થળે બસ બદલવી પડે છે. જેથી તેઓનો સમય તેમજ ખર્ચ બંને વધે છે. આ અંગે સાહિલ રાયચુરા અને હિતેશ રાયચુરા અને મુસ્તાક સોઢા દ્વારા રજુઆતમાં જણાવાયું છે કે સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. જેથી ખંભાળિયા તથા આસપાસના વિસ્તારોના લોકોને સુવિધા મળે તે માટે તાત્કાલિક આ બસ સેવા શરૂૂ કરવાની રજુઆત અહીંના એસ.ટી. ડેપો મેનેજર, સાંસદ વિગેરે સમક્ષ લેખિત માંગ કરવામાં આવી છે.