જામજોધપુર તાલુકાની મોટી ગોપ જીલ્લા પંચાયત ઉપર જીલ્લાના તમામ નેતાઓ તેમજ જામજોધપુર તાલુકાની નજર આ બેઠક ઉપર છે અહિ ભાજપ કોંગ્રસ આપ ત્રણેય પક્ષના ઉમેદવારો મેદાનમાં છે આ વિસ્તાર આમ આદમી પાર્ટીના ધારા સભ્ય હેમતભાઈનો ગઢ ગણાઈ છે આ વિસ્તારમાં તેમનું વતન છે તેમજ મોટી ગોપ જિલ્લા પંચાયત ધારાસભ્યના માતા આપમાંથી લડી રહેલ છે ત્યારે ભાજપે અહિ એક દિવસ પહેલા કોંગ્રસ માંથી ભાજપમાં આવેલ યુવા નેતાને ટીકીટ ફાળવી છે આ બેઠક ઉપર સગર સમાજ ના મતોનું ઘણું બધુ પ્રભુત્વ છે ત્યારે આ બેઠક પર સ્થાનિક સ્વરાજ્ય અમલમાં આ વ્યા બાદ સગર સમાજ ના ઉમેદવાર ઇતિહાસ માંપ્રથમ વખત જીલ્લા પંચાયત ની બેઠક લડી રહ્યા છે કોંગ્રસદવારા આ બેઠક પર સગર સમાજના યુવા અગ્રણી નાનજી ભાઈ કરથીયાને મેદાનમાં ઉતારેલ છે.
ત્યારે આ સીટ ઉપર અનેરો માહોલ જોવા મળેલ જેમાં ખાસ કરીને આજે ચૂંટણી પ્રચાર પડધમ શાંત થવાના છેલ્લા દિવસેકોંગ્રસ દ્વારા જામનગર જીલ્લા મહિલા કોંગ્રસ પ્રમુખ કૃપાબા જાડેજા રોશનબેન નાઈ પૂર્વ કોંગસ શહેર પ્રમુખ જમનભાઈ કંટારીયા જીલ્લા પંચાયતના ઉમેદવાર નાનજી ભાઈ કરથીયા તમામતાલુકા પંચાયતના ઉમેદવારની ઉપસ્થિતમાં યોજાયેલ વિશાળ બાઈ કરેલી જોતા ભાજપ આપના રાજકીય સમીકરણો બદલાતા દેખાઈ રહ્યા છે મોટી ગોપવિસ્તાર એક દશકા થયા હાલના આમ આદમી પાર્ટીના લાલપુર જામજોધપુર વિસ્તારના ધારાસભ્યનો ગઢ ગણાતો હોય જામજોધપુર તાલુકામાં ચુંટણીનો માહોલ મોટી ગોપવિસ્તાર જીલ્લા પંચાયત બેઠક ઉપર જ જોવા મળે છે જામજોધપુર તાલુકા ની સહુકોઈ પ્રજા ની નજર આ બેઠક પર છે બાકી ની બેઠકો પર વાતાવરણ નિરસ જોવા મળે છે.
