Site icon Gujarat Mirror

સાંસદ તરીકે શપથ લેવા સાથે પ્રિયંકા ગાંધીની સંસદીય ઇનિંગ્ઝ શરૂ

પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાયનાડના સાંસદ તરીકે શપથ લીધા છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસના સાંસદ અને તેમના ભાઈ રાહુલ ગાંધીની જેમ શપથ લેતી વખતે હાથમાં બંધારણ પકડી રાખ્યું હતું. તે રાજ્યસભાના સાંસદ અને તેની માતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે સંસદ ભવન પહોંચી હતી. આ સાથે ગાંધી પરિવારના ત્રણ સભ્યો એક સાથે સંસદમાં જોવા મળ્યા છે. રાહુલ રાયબરેલીથી ચૂંટાયા હતા. માતા સોનીયા ગાંધી રાજસ્થાનની રાજયસભામાં પસંંદ થયા હતા.

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ તાજેતરમાં વાયનાડ લોકસભા બેઠક પરની પેટાચૂંટણીમાં શાનદાર જીત મેળવી હતી.સત્યન મોકેરીને 4 લૉખ 10 હજારથી વધુ મતોના અંતરથી હરાવ્યા હતા. શપથ લીધા બાદ કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહિત છે. પ્રિયંકા પહેલા માતાના સંસદીય ક્ષેત્ર રાયબરેલીની જવાબદારી સંભાળતા હતા. એ પછી પક્ષના મહામંત્રી તરીકે પ્રથમ યુપીમાં અને બાદમાં ચૂંટણી પ્રચારમાં સક્રીય જવાબદારી નિભાવી રહ્યા છે.

Exit mobile version