સરકાર દ્વારા કોઈપણ પ્રજાલક્ષી કામગીરી દરમિયાન કેવાયસીના નિયમો અમલમાં મુકાય ત્યારે લોકો ભારે અસુવિધાનો સામનો કરતાહોય છે. જેમાં થોડા સમય પહેલા રાશનકાર્ડમાં આધારકાર્ડનું લીંકઅપ કરવા માટે કેવાયસીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કલેક્ટર કચેરી ખાતે થતી કેવાયસીની કામગીરી મંદ ગતિથી ચાલતી અને આધારકાર્ડ માટે પ્રથમ મહાનગરપાલિકા અને ત્યાર બાદ કલેક્ટર કચેરીએ ધક્કા થતાં હોય અરજદારોમાં દેકારો બોલી ગયો છે. જેના લીધે મહાનગરા પાલિકાએ હવે ઝોનલ ઓફિસ અને સિવિક સેન્ટર ખાતે રેશનકાર્ડને લગતી કેવાયસીની કામગીરી શરૂ કરી છે. જેનો લાભ લેવા શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.
રેશનકાર્ડ કેવાયસી કામગીરી માટે દરરોજ કલેક્ટર ઓફિસ અને મહાનગરપાલિકા ખાતે લાઈનો લાગી રહી છે. જેના લીધે વધુમાં વધુ કચેરીઓ અને અલગ અલગ સ્થળે આ કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. અરજદારે કોર્પોરેશન અને કલેક્ટર ઓફિસ બન્ને સ્થળે ધક્કા થતાં હોય આધારબેઝ બાયોમેટ્રીક કેવાયસીની કામગીરી એક જ સ્થળેથાય તેવું ઈચ્છી રહ્યા હતા. જેના લીધે મહાનગરપાલિકાએ ત્રણેય ઝોન ઓફિસ અને સીવીક સેન્ટર ખાતે રેશનકાર્ડને લગતી ઈ-કેવાયસીની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જેનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન કચેરી ખાતે આધાર કેન્દ્રો લગત સેવાઓ કાર્યરત્ત છે. ઉપરાંત જાહેર જનતાનાં હિતાર્થે રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન ઓફીસનાં સિવિક સેન્ટર ખાતે Aadhaar Based Biometric e-KYCની કામગીરી શરૂૂ છે. ત્રણેય ઝોન ઓફિસના સિવિક સેન્ટર ખાતે રેશન કાર્ડ લગત e-KYC સુવિધા ઉપલબ્ધ છે. જે નાગરિકો રેશન કાર્ડ લગત e-KYC કરવા માંગતા હોય તેવા નાગરિકોએ આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ અને રેશન કાર્ડ સાથે રાખવું. જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી.
ઈ-કેવાયસી માટેના સ્થળ
ક્રમ ઝોન રાજકોટ મહાનગરપાલિકાનાં આધાર કેન્દ્રનું સરનામું
1 સેન્ટ્રલ ડો.આંબેડકર ભવન, ગ્રાઉન્ડ ફ્લોર, ઢેબરભાઈ રોડ,
રાજકોટ.
2 ઇસ્ટ ઝવેરચંદ મેઘાણી વિભાગીય કચેરી, ફાયર સ્ટેશન પાસે,
ભાવનગર રોડ, રાજકોટ.
3 વેસ્ટ હરિસિંહજી ગોહિલ વિભાગીય કચેરી, રિલાયન્સ મોલ પાસે, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ.

