Site icon Gujarat Mirror

રાજકોટ જિલ્લા જેલમાં બીમારી સબબ કેદીનું મોત

રાજકોટ જિલ્લા જેલમાં બિમારી સબબ બેભાન થઇ જતા કેદીને સારવાર માટે સિવિલ હાસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનુ મોત નીપજ્યુ હતુ. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી વિગત મુજબ પોપટપરામાં આવેલી રાજકોટ સેન્ટ્રલ જેલમાં રહેલા કેદી સંજય ગુલાબભાઇ સોલંકી (ઉ.વ.45) ગઇકાલે તેની બેરેકમાં હતો ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા ચાલુ સારવાર દરમિયાન આજે તેનુ હોસ્પિટલના બીછાને મોત નીપજ્યુ હતુ. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્રનગર પોલીસેને જાણ કરતા પીએસઆઇ એસ.ડી.કોઠીવાર સહિતના સ્ટાફે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનુ ફોરેન્સીક પીએમ કરવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કેદીનું બિમારીથી મૃત્યુ થયાનું ખૂલવા પામ્યું છે.

 

 

 

 

 

Exit mobile version