પ્રાથમિક સુવિધા અને ગુણવત્તાને પ્રાયોરિટી : પરેશ પીપળિયા

રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ ચેરમેન પરેશ પીપળિયા ‘ગુજરાત મિરર’ કાર્યાલયે આવ્યા હતા. શહેરના ભાવી વિકાસ અંગે તેમણે પોતાનો નિર્ધાર સ્પષ્ટપણે વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યુ હતુ…

રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ ચેરમેન પરેશ પીપળિયા ‘ગુજરાત મિરર’ કાર્યાલયે આવ્યા હતા. શહેરના ભાવી વિકાસ અંગે તેમણે પોતાનો નિર્ધાર સ્પષ્ટપણે વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, નાનુ કામ હોય કે મોટો પ્રોજેક્ટ, ગુણવતા જ મુખ્ય પ્રાધાન્ય રહેશે. તેમા કોઇ બાંધછોડ નહીં થાય. વધુમાં તેમણે કહ્યુ હતુ કે, ચેમ્બરની અંદર બેસીને કામ કરવામા મારા સહિતની તમામ પદાધિકારીઓની ટીમ માનતી નથી.

લોકોની વચ્ચે જઇને કામ કરવુ એ પહેલી ફરજ છે. તેમણે કહ્યુ હતુ કે, લોકોની મુળભુત જરૂૂરિયાત પાણી, સફાઇ, ડ્રેનેજ, રોડ, લાઇટ જેવી માળખાકીય સુવિધા છે. તેમા અમારાથી બનતો તમામ પ્રયાસ રહેશે કે શહેરીજનોને કોઇ મુશ્કેલી ન પડે. રહી વાત મોટા પ્રોજેક્ટની, તો કટારિયા ચોકડીએ બનતા ડબલ ડેકબ બ્રીજ જેવા પ્રોજેક્ટમાં ચોમાસા દરમિયાન પણ કામ ધીમુ ન પડે એ માટે સતત અમારુ મોનીટરિંગ રહેશે. સ્ટેન્ડીંગ ચેરમેન પરેશ પીપળિયાના મતવિસ્તાર સામાકાંઠે આવેલો છે. પૂર્વ ઝોનમાં પુરતા ફોર્સથી પાણી મળે એ માટે નજીકના ભવિષ્યમાં નવા ઇએસઆર-જીએસઆર(પાણીના ટાંકા) સહિત પાણી પુરવઠાના નવા કામ ઝડપથી કરવાનો પ્રયાસ છે.