Site icon Gujarat Mirror

રાષ્ટ્રપતિ તા.12થી 14 એપ્રિલ ગુજરાતના પ્રવાસે

દેશના President Draupadi Murmu સ્થાનિક સ્વરાજયની ચુંટણી વચ્ચે આગામી તા.12થી તા.14 એપ્રિલ દરમિયાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ ત્રણ દિવસની મુલાકાતના વિવિધ કાર્યક્રમો નક્કી થઇ રહ્યા છે.
રાષ્ટ્રપતિ તા.12મીએ અમદાવાદ- ગાંધીનગર આવ્યા બાદ રાત્રી રોકાણ રાજભવન ખાતે રશે અને તા.13ના રોજ બપોર બાદ રાજકોટ એઇમ્સના પ્રથમ પદવીદાન સમારોહમાં હાજરી આપશે. અહીં તેઓ 56 તબીબી છાત્રોને પદવી એનાયત કરશે.

જયારે તા.14ના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીના કાર્યક્રમમાં હાજરી આપનાર છે. આ સિવાયના અન્ય કાર્યક્રમો ગોઠવાઇ રહ્યા છે.

Exit mobile version