ગુજરાત

ફોરેસ્ટની ભરતી મામલે 38 ધારાસભ્યોની રજૂઆત

Published

on

ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતીની જગ્યામાં વધારો કરવા અને કોમ્પ્યુટર આધારીત ભરતી પરીક્ષાને લઇને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે રાજયના ભાજપ, કોંગ્રેસ અને આપના 38 જેટલા ધારાસભ્યો પણ સરકર સામે મેદાને આવ્યા છે અને ઉમેદવારોની માંગણી સ્વીકારવા માટે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.
અગાઉ ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષામાં મેરીટના મુદ્દે એક અઠવાડિયા સુધી ગાંધીનગરમાં આંદોલન ચાલ્યું હતું. જેમાં સરકાર સાથે ફોરેસ્ટ બીટ ગાર્ડની પરિક્ષાના ઉમેદવારો દ્વારા રૂૂબરૂૂ રાજ્ય સરકાર સાથે મંત્રણા કરીને આંદોલનને સ્થગિત કરવામાં આવ્યું હતું. ધારાસભ્યો અને સાંસદ સભ્યો દ્વારા પણ ઉમેદવારોના પક્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.


ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમાનસિંહ જાડેજા, કંચનબેન રાદડિયા, કરશન સોલંકી, કલ્પેશ પરમાર, મુકેશ પટેલ, સેજલ પંડયા, જે.વી. કાકડિયા, પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર, માલતી મહેશ્વરી, પ્રવીણ ઘોઘારી, કેશુભાઈ પટેલ, અનિરુદ્ધ દવે, કિરીટ પટેલ, પ્રવીણ માળી, વિરેન્દ્રસિંહ જાડેજા, ગણપત વસાવા, દો જયરામ ગામીત, લક્ષ્મણજી ઠાકોર, મહેશ કસવાલા બલરાજસિંહ ચૌહાણ, હાર્દિક પટેલ, અર્જુનસિંહ ચૌહાણ, મુકેશ પટેલ, અરવિંદ લાડાણી, અમૃત ઠાકોર, રિટાબેન પટેલ અને સંજયસિંહ મહિડા, સાંસદ જશુભાઇ રાઠવા અને શોભનાબેન બારૈયાએ રાજ્ય સરકારને લેખિત રજૂઆત કરી છે.


બીજી તરફ આમ આદમી પાર્ટી (અઅઙ)ના ધારાસભ્ય હેમંત ખવા, ચૈતર વસાવા, કોંગ્રેસના ધારાસભ્ય ડો તુષાર ચૌધરી, જીગ્નેશ મેવાણી, અનંત પટેલ, અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં એક જ વાતનો ઉલ્લેખ ખાસ કરીને કરવામાં આવ્યો છે કે, રાજ્યના ઘણાં વિદ્યાર્થીઓએ સરકાર દ્વારા છેલ્લે લેવાયેલ ફોરેસ્ટ બીટ ગાર્ડની પરિક્ષા આપી હતી. જે પરિક્ષા સીઆરબીટી પદ્ધતિથી લેવામાં આવેલ હતી જેમાં ફોરેસ્ટના ઉમેદવારો સાથે અન્યાય થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version