મોરબીમાં BAPS મંદિરનો ઉજવાયો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ, ભવ્ય શોભાયાત્રા નીકળી

ગાંધીનગર અને દિલ્હી અક્ષરધામ જેવા અનેક મંદિરોના નિર્માણ દ્વારા સનાતન સંસ્કૃતિનું ગૌરવ વધારનાર વિશ્વવંદનીય સંત બ્રહ્મસ્વરૂૂપ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના શુભ સંકલ્પથી અને અમેરિકા, અબુધાબી તથા…

ગાંધીનગર અને દિલ્હી અક્ષરધામ જેવા અનેક મંદિરોના નિર્માણ દ્વારા સનાતન સંસ્કૃતિનું ગૌરવ વધારનાર વિશ્વવંદનીય સંત બ્રહ્મસ્વરૂૂપ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના શુભ સંકલ્પથી અને અમેરિકા, અબુધાબી તથા પેરિસ જેવા વિશ્વવિખ્યાત મંદિરોના સર્જક પ્રગટ બ્રહ્મસ્વરૂૂપ ગુરુહરિ મહંતસ્વામી મહારાજના પુરુષાર્થથી મોરબીને આંગણે મચ્છુ નદીના તટે ગુલાબી પથ્થરનું ભવ્ય અને દિવ્ય બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર નિર્માણ પામ્યું છે. ગઇકાલે રવિવારે ભવ્ય મૂર્તિપ્રતિષ્ઠા વિધિના પૂર્વાર્ધ રૂૂપે થઇ હતી. નૂતન મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર ઠાકોરજીની મૂર્તિઓની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી.

આ ઐતિહાસિક શોભાયાત્રાના પ્રારંભે પૂજ્ય વડીલ સંતો અને મહાનુભાવો દ્વારા સુશોભિત રથની પૂજનવિધિ કરી, શાંતિપાઠના ગાન બાદ રથયાત્રાનું મંગલ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સમગ્ર શોભાયાત્રામાં 500 સંતો, 5,000 પુરુષ ભક્તો અને 6,000 મહિલા ભક્તો 25 હજારથી વધુ હરભિક્તો સહિત વિશાળ જનમેદની જોડાઈ હતી.

શોભાયાત્રાના મુખ્ય આકર્ષણોમાં નૂતન મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર ભગવાનના પવિત્ર સ્વરૂૂપો અને ગુણાતીત ગુરુપરંપરાની દિવ્ય, મૂર્તિઓએ અતિ સુંદર અને આકર્ષક રથોમાં બિરાજમાન થઈને નગરજનોને દર્શન આપ્યા હતા. યાત્રાના વિવિધ રથમાં હંસ રથ: અક્ષરપુરુષોત્તમ મહારાજ અને સ્વામી, મયૂર રથ: રાધાકૃષ્ણ ભગવાન, સિરામિક રથ: નીલકંઠવર્ણી મહારાજ, મચ્છુ રથ: ઘનશ્યામ મહારાજ, કૈલાસ રથ: શિવ પંચાયતન, સૂર્ય રથ: રામ પંચાયતન, ગુરુ પરંપરાના વિશેષ રથો: પ્રમુખસ્વામી મહારાજનો કમલ રથ, મહંતસ્વામી મહારાજનો, ફાઇબર મયૂર રથ, ભગતજી મહારાજનો કમલ રથ તેમજ કુટિર રથ જોડાયા હતા.

આ સમારોહમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની સાથે ખાસ સહભાગી થવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એમની સાથે રાજ્યના અનેક મંત્રીઓ મહાનુભાવો અને સમાજના શ્રેષ્ઠિઓ આ આયોજનમાં સહભાગી થયા હતા.

ધૂન કીર્તન અને આરતી સાથે શરૂૂ થયેલા આ સમારોહમાં પૂજ્ય આદર્શ જીવન સ્વામીએ ’ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર’ અને મંદિર પ્રતિષ્ઠાનું મહાત્મ્ય વિષયક વક્તવ્યથી લાભાન્વિત કર્યા હતા.ત્યારબાદ દ્વિતીય આરતી પૂર્ણ થતા શ્રોતાઓએ છેલ્લા બે દિવસમાં મંદિરમાં થયેલા ઉત્સવની ઝલક વીડિયોના માધ્યમથી નિહાળી. મહંતસ્વામી મહારાજ સાથે મુખ્યમંત્રીનું આગમન મંચ પર થતા જ આ મંદિરને વિધિવત આમ જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ભૂપેન્દ્રભાઈ પટેલે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સનાતન અને સમાજ ઉત્કર્ષમાં રહેલા વિરાટ યોગદાનને યાદ કરી અદભુત મોરબી મંદિરના બે મોઢે વખાણ કર્યા હતા. તેમજ આ મંદિરના નિર્માણકર્તા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનો હૃદયથી ખૂબ-ખૂબ આભાર પ્રગટ કર્યો હતો.

શોભાયાત્રામાં ભારતીય સંસ્કૃતિ અને સમાજ ઉત્થાનનો અદ્ભુત સંગમ
સમાજલક્ષી ફ્લોટ્સ (રથો): મંદિરના સમાજને પ્રદાનને દર્શાવતા વિશેષ રથો જેવા કે સનાતન ધર્મ મહિમા, સમાજ સેવાના કાર્યો, સંસ્કાર શિક્ષણ પ્રવૃત્તિ, વ્યસન મુક્તિ અભિયાન અને નારી શક્તિનું પ્રદર્શન.
લોકનૃત્ય અને સંગીત: રાજકોટ, મોરબી અને ગોંડલની નૃત્ય મંડળીઓ તેમજ સેલવાસ, દાહોદ અને ખેડબ્રહ્માની આદિવાસી મંડળીઓના પરંપરાગત નૃત્યો.
બાળ-યુવા અને મહિલા ભક્તોની પ્રસ્તુતિ: બાળકો અને યુવાનો દ્વારા લેઝીમ દાવ, પ્લેકાર્ડ અને અવનવી વેશભૂષા સાથે સજ્જ બાળકો, બેન્ડ વાજા અને ડી.જે. સિસ્ટમના તાલે નૃત્ય કરતા યુવક-યુવતીઓ તથા ભજન-કીર્તન કરતા વડીલો અને મહિલાઓ. આ અવનવા આકર્ષણો નિહાળીને મોરબીવાસીઓ મંત્રમુગ્ધ થયા હતા.

મોરબી મંદિરની વિશેષતા
* મંદિરની લંબાઈ 203 ફૂટ, પહોળાઈ 130 ફૂટ, ઊંચાઈ 83 ફૂટ, કુલ મંદિરનું કેમ્પસ 8 એકરમાં પ્રસરાયેલું છે.
* મંદિર નિર્માણ માટે બંસીપહાડપૂરનો ગુલાબી તેમજ લાલ પથ્થર અને અંબાજીના સફેદ માર્બલ મળી કુલ 75,600 ઘનફૂટ પથ્થરનો ઉપયોગ થયો છે.
* મંદિરમાં કુલ પાંચ ગર્ભગૃહમાં વીરાજીત 17 મૂર્તિઓ અને સંપૂર્ણ મંદિરમાં અવતારો, દેવો, દેવીઓ ,ભક્ત રત્નો, સંતરત્નો એમ કુલ મળીને 1007 મૂર્તિઓ દર્શન આપી રહી છે.
* મંદિરના અગ્ર ભાગમાં પાંચ ફૂટ પહોળા 12 ફૂટ લાંબા અને કુલ 18 ફૂટની ઊંચાઈ ધરાવતા ભગવાન સ્વામિનારાયણ રોજા ઘોડા ઉપર શોભી રહ્યા છે.
* મંદિરના પ્રથમખંડમાં રાધાકૃષ્ણ ભગવાન મધ્ય ખંડમાં ભગવાન સ્વામિનારાયણ અને અક્ષરબ્રહ ગુણાતીતાનંદ સ્વામી (અક્ષરપુરુષોત્તમ દર્શન) અને ત્રીજા ખંડમાં ભગવાન સ્વામિનારાયણના બાળ સ્વરૂૂપ ઘનશ્યામ મહારાજ વીરાજીત થયા છે.
* અન્ય ખંડમાં ભગવાન રામચંદ્રજી, માતા સીતા અને હનુમાનજી તેમજ બીજા ખંડમાં ભગવાન શિવજી, માતા પાર્વતી અને ગણપતિજી સૌને દર્શન દઈ રહ્યા છે.
* મંદિર નીચેના પોડિયમમાં ભગવાન સ્વામિનારાયણનું યુવાસ્વરૂૂપ નીલકંઠવર્ણી મહારાજ તેમજ ગુણાતીત ગુરુઓ પૂજ્ય ભગતજી મહારાજ, પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય યોગીજી મહારાજ, પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ને પધરાવવામાં આવ્યા છે.

સ્વામિ. સંપ્રદાય સનાતન સંસ્કૃતિને વિશ્ર્વ ફલક પર ગૌરવ અપાવે છે
ધર્મસભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું જતન-સંવર્ધન કરીને તેને વિશ્વ ફલક પર ગૌરવ અપાવી રહ્યો છે. સિરામિક ઉદ્યોગ સાથે ઔદ્યોગિક વિકાસ થકી સિરામિક નગરી તરીકે વિશ્વવિખ્યાત મોરબી ખાતે નૂતન મંદિરના નિર્માણથી શહેરની સુવિધા અને સુંદરતામાં અભિવૃદ્ધિ થઈ છે.સિરામિક નગરી હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફ પ્રયાણ કરી રહી છે. આ તકે મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત 2047’ ના સ્વપ્નને સાકાર કરવા સૌ નાગરિકોને જળ સંચય, ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ, પ્રાકૃતિક ખેતી તેમજ યોગ અને સ્વસ્થ જીવન શૈલી અપનાવવા આહ્વાન કર્યું હતું. આ સાથે જ તેમણે ઇઅઙજ સંસ્થાના નશામુક્ત ભારત અભિયાનના પ્રયાસોની સરાહના કરી વ્યસનમુક્તિના સામાજિક કાર્યને વધુ વેગ આપવા અનુરોધ કર્યો હતો. વધુમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સંકલ્પો પાર પાડવા સ્વામિનારાયણ સંપ્રદાયના હરી ભક્તો ઘર સભાઓ અને સામૂહિક સત્સંગ સભાઓમાં જન જાગૃતિ ફેલાવે તેવું આહ્વાનકર્યું હતું.