પ્રભાસ પાટણની ડાકુ ગેંગનો લીડર પાસા હેઠળ ભુજ જેલમાં ધકેલાયો

ચૂંટણી પૂર્વે જિલ્લા કલેકટર દ્વારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ અને મતદારો નિર્ભય-નિષ્પક્ષ રીતે મતદાન કરી શકે તે સારું…

ચૂંટણી પૂર્વે જિલ્લા કલેકટર દ્વારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી

જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ અને મતદારો નિર્ભય-નિષ્પક્ષ રીતે મતદાન કરી શકે તે સારું જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી. ઉપાધ્યાન દ્વારા અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈસમો વિરૂૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.તાજેતરમાં જ સતત અસામાજિક પ્રવૃત્તિ આચરતો ઈશમ પ્રકાશ ઉર્ફે ડાકુ છગનભાઈ બાંભણીયા, (ઉ.વ.28, રહે.સૈયદ રાજપરા) સહઆરોપીઓ સાથે ટોળી બનાવી લોખંડનો પાઇપ, છરી, તલવાર વિગેરે પ્રકારના ઘાતક હથિયાર રાખીને નિર્દોષ લોકોને ગાળાગાળી કરી, ગંભીર ઇજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ત્રણ જેટલા ગુન્હા નવાબંદર પોલિસ સ્ટેશન ખાતે નોંધાયેલા હતા.

આ ઈશમ ભવિષ્યમાં પણ આવી ગુન્હાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂૂપ તેમજ તેની આવી ભયજનક પ્રવુત્તિથી સમાજમાં નિર્દોષ લોકોમાં ભયનો માહોલ ઉભો થતો હોવાના કારણે જાહેર લોકોની સલામતી જાળવવા સારું તેની તાત્કાલિક અટકાયત કરવી આવશ્યક જણાતા તેને આવા જાહેર સુલેહશાંતી વિરુદ્ધનાં કૃત્ત્યો કરતો અટકાવવા સારું ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટએ પાસા ધારા તળે અટકાયત કરવા હુકમ કરતા ખાસ જેલ,ભુજ ખાતે મોકલી આપવામાં આવેલ હતો.