કેશોદ શહેરના વેપારી અને પુષ્ટી એજ પાઇપની દુકાન ધરાવતા વિપુલભાઈ બાબુભાઈ રૂૂપાવટિયાએ હાંડલા ગામના આહિર દિનેશભાઈ ટપુભાઈ ડાંગર સામે ગંભીર આક્ષેપો કર્યા છે મળતી માહિતી અનુસાર, વિપુલભાઈએ અંદાજે 10 વર્ષ પહેલાં દિનેશભાઈ પાસેથી રૂૂ. 13 લાખ 3 ટકાના વ્યાજે લીધા હતા વર્ષો દરમિયાન તેઓએ કુલ રૂૂ. 35 લાખ જેટલી રકમ ચૂકવી દીધી હોવાનો દાવો કર્યો છે છતાં પણ દિનેશભાઈ વધુ રકમની માંગણી કરી રહ્યા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.
વિપુલભાઈના જણાવ્યા મુજબ, દિનેશભાઈ તેમની દુકાને આવી અશ્ર્લીલ ગાળો આપી અને મારપીટ કરી હતી એટલું જ નહીં પૈસા નહીં આપો તો તારા બાળકોને મારી નાખીશ મારી પાસે બીજા માણસો પણ છે એવી ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેઓ પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઘટનાને પગલે વિસ્તારના વેપારીઓ અને નાગરિકોમાં ભય અને આક્રોશનો માહોલ છવાઈ ગયો છે વ્યાજખોરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે હાલ આ મામલે પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે અને પીડિત દ્વારા ન્યાય માટે આગળ આવવાની તૈયારી દર્શાવવામાં આવી છે. કેશોદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ કેશોદ વિસ્તારમાં વ્યાજખોરો નો ત્રાસ હોય ત્યારે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી પણ માંગ લોકોમાં ઉઠવા પામી છે
