અધિક્ષક જયદીપસિંહ જાડેજા એ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા અને પ્રોહીબીશનના ગુનાઓમાં અટક કરવાના બાકી આરોપીઓને પકડી પાડી અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ હોય જે અનુસંધાને, પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સાહેબ ની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો. ઇન્સ. એસ.વી.રાજપુત , પો. સબ ઇન્સ એ.સી.સિંધવ , પો. સબ ઇન્સ. એચ.એલ. જેબલીયા ની રાહબરી હેઠળ એલ.સી.બી. ના પો. હેડ કોન્સ હિતેશભાઇ વાળા , પો. કોન્સ. રોહિતભાઇ ઝાલા, રવિભાઈ ગોહિલ ને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે પ્ર.પાટણ પો.સ્ટે. ના પ્રોહીબીશનના ગુનાના કામે અટક કરવાના બાકી તેમજ મધ્યપ્રદેશ રાજયના ખરગોન જીલ્લાના મંડલેશ્વર પોલીસ સ્ટેશનના ગુના નંબર- 368/25 ભારતીય ન્યાય સંહિતા-2023 ની ક.- 318(4), 336(3), 338, 341(1) વિ. મુજબના ગુનાના કામે નોસતા ફરતા અને રૂૂા. 5000/- ઇનામી આરોપી અરજન બધાભાઍ મકવાણા ઉ વર્ષ 30 પાછતરડી, તા.ભાણવડ, જી.દેવભુમી દ્વારકા ખાતેથી પકડી પાડી પ્ર.પાટણ પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી ઉપર જુદા જુદા પોલીસ સ્ટેશન મા ગુના નોધાયેલા છે.
પ્રભાસ પાટણમાંથી આંતરરાજ્ય ઇનામી ગુનેગાર અંતે ઝડપાયો

