Site icon Gujarat Mirror

બાલાજી રોડ ઉપર ફરી ખાડા રોડ ચીરીને બહાર આવ્યા

રાજકોટ શહેરમા ચોમાસાનાં પ્રારંભથી જ ભાંગેલા રોડ-રસ્તા અને ખાડાના મામલે મહા ભારત ચાલી રહયુ છે. લોકોના ભારે આક્રોશ વચ્ચે મહાનગર પાલિકાના સતાધિશોની હાલ ‘એક સાંધે ત્યા તેર તૂટે’ જેવી થઇ ગઇ છે.

હજુ અઠવાડીયા પહેલા જ શહેરનાં 150 ફૂટ રિંગ રોડ ઉપર બાલાજી હોલ વાળા રોડ પર પડેલા મસ મોટા ગાબડાથી ત્રસ્ત લોકોએ રસ્તા વચ્ચે ખાડામા સુઇને વિરોધ નોંધાવ્યા બાદ રાતો રાત મહાનગર પાલિકાએ ગાબડા બુરી દીધા હતા પરંતુ ગઇકાલે પડેલા એક ઇંચ જેવા સામાન્ય વરસાદમા પણ મહાનગર પાલિકાની પોલ ખુલી ગઇ હતી અને અગાઉ હતા તેનાથી મોટા ખાડા રોડ ચીરીને બહાર આવ્યા છે . બાલાજી હોલથી ધોળકીયા સ્કૂલવાળા રોડ તેમજ રાદીપ સોસાયટી સહિતનાં વિસ્તારોમા ફરી હતી તે જ સમસ્યા ઉભી થઇ છે. લોકો ફરી ઉબડ – ખાબડ રોડ પરથી પસાર થવા મજબુર બન્યા છે.

Exit mobile version