ગીરગંગા ટ્રસ્ટ સમગ્ર પ્રોજેકટને પૂર્ણ કરવા સહયોગ કરશે : શહીદ સુખદેવસિંહ આવાસ યોજનામાં પ્રથમ બોર કરાયો
વિધાનસભા ,69 રાજકોટ પશ્ચિમના મતવિસ્તારમાં પાણીની જરૂૂરિયાત ધ્યાને લઈ અને જળસંચયની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હેઠળ ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહની જળસંચય માટેની ખાસ ગ્રાન્ટ હેઠળ મતવિસ્તારના જુદા જુદા વિસ્તારો અને સોસાયટીઓમાં કેચ ધ રેઇન હેઠળ બોર રિચાર્જ તથા બોર કરાશે.
જળસંચય માટે 1,11,111 સ્ટ્રકચરો તૈયાર કરવાના કાર્ય માટે સંકલ્પિત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં સહયોગ કરાશે. આ પ્રોજેક્ટ હેઠળ વિધાનસભા 69 રાજકોટ પશ્ચિમ ધારાસભા મતવિસ્તારમાં જ્યાં પાણીની જરૂૂરિયાત છે અને જનતાને રોજિંદા જીવનમાં તકલીફો ભોગવવી પડે છે ત્યાં બોર રિચાર્જ તથા બોર કરવામાં આવશે.
આ પ્રોજેક્ટનો પ્રથમ બોર શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ શહીદ સુખદેવસિંહ આવાસ યોજનામાં કરવામાં આવ્યો હતો. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ નિર્દેશ કર્યો હતો કે, ડો. દર્શિતાબેન શાહની ધારાસભ્ય તરીકેની ખાસ ગ્રાન્ટમાંથી શરૂૂ થયેલા આ પ્રોજેક્ટ હેઠળ આધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને બોર ખોદકામ કરવામાં આવશે જેથી પાણીની ગુણવત્તા અને માત્રા જાળવી શકાય.

