થર્ટી ફસ્ટ પુર્વે રાજકોટ શહેર પોલીસ દ્વારા સજજડ વાહન ચેકીંગ તેમજ ડ્રીન્ક એન્ડ ડ્રાઇવના કેસો કરવામા આવી રહયા છે. ત્યારે એસીપી રાધીકા ભારાઇની સુચના હેઠળ પશ્ર્ચિમ વિભાગના પોલીસ મથક પ્રનગર, ગાંધીગ્રામ, યુનિવર્સીટી, તાલુકા, એ ડીવીઝન, માલવીયાનગર અને એલસીબી ઝોન 2 ની ટીમ દ્વારા વિસ્તારોમા તેમજ મુખ્ય માર્ગો પર વાહન ચેકીંગ કરવામા આવ્યુ હતુ. આ દરમિયાન પોલીસે દેશી દારૂના 18, વિદેશી દારૂના 2, જીપી એકટ 135ના 2, ડ્રીન્ક એન્ડ ડ્રાઇવનો 1 અને પાંચ વાહન ડીટેઇન કર્યા હતા. તેમજ 62 એનસી કેસ નોંધી કુલ રૂા. 40000 નો દંડ વસુલ કરવામા આવ્યો હતો. તેમજ આગામી થર્ટી ફર્સ્ટને અનુસંધાને પણ વાહન ચેકીંગ તેમજ કોમ્બીંગ ચાલુ રહેશે તેવુ જણાવવામા આવ્યુ હતું.
થર્ટી ફર્સ્ટ પૂર્વે પોલીસનું વાહન ચેકિંગ-કોમ્બિંગ

